Get The App

'પાયલનો કોઈ રોલ નથી...', અમરેલી લેટરકાંડ મામલે જેલમુક્ત થયેલા મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો કર્યો દાવો

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
'પાયલનો કોઈ રોલ નથી...', અમરેલી લેટરકાંડ મામલે જેલમુક્ત થયેલા મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો કર્યો દાવો 1 - image


Manish Vaghasia On Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડ મુદ્દે જેલમુક્ત થયેલા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયાએ પ્રેસકોન્ફ્રન્સ યોજીની સમગ્ર ઘટના મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે વાઘસિયાની સાથે મારપીટ કરી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમજ લેટરકાંડમાં પાયલનો કોઈ રોલ ન હોવાનું વઘાસિયાએ જણાવ્યું હતું અને પત્ર સાચો હોવાનો દાવો કર્યો હતો. 

જેલમુક્તિ થતાં વઘાસિયાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા દ્વારા જશવંતગઢ ખાતે પત્રકાર પરિષદ યોજીને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. આ દરમિયાન મનીષ વઘાસિયાએ કહ્યું, 'પોલીસે મને મારી માર્યો હતો. રિકન્સ્ટ્રક્શનમાં કૌશિક વેકરિયાના પી.એ. સહિતની હાજરી હતી. પોલીસ અમને પૂછપરછ માટે લઈ ગઈ હતી, જ્યાં મને પૂછવામાં આવ્યું હતું કે ઘટના પાછળ શું દિલીપભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા હતા? જ્યારે પાયલબહેનને લેવા ગયા ત્યારે મે કહ્યું કે, એ અમારી દીકરી સમાન છે એને આમાં સામેલ ન કરો અને જે કાંઈ હોય એ મને કહો. તેમ છતાં તેઓ પાયલબહેનને લઈ આવીને એમને પણ ટોર્ચર કર્યા હતા.'

વઘાસિયાએ કહ્યું, 'લેટરપેડ ઓરિજલન છે અને તેમાં કિશોર કાનપરિયાની જ સહી છે, એની FSL તપાસ કરો એટલે બધુ બહાર આવશે. મને હાથમાં પટ્ટા માર્યા, એસપી અને ફરિયાદીની હાજરીમાં મને માર મારીને નામ બોલાવવા દબાણ કરવામાં આવ્યું.' 

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

સમગ્ર ઘટનાને લઈને વઘાસિયાએ પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'પાયલ ગોટીએ DGPને ફરિયાદ કરી છે છતાં કોઈ પગલાં લેવાયા નથી અને લેટરનો FSL રિપોર્ટ હજુ સુધી કેમ બહાર નથી આવ્યો?' આમ વઘાસિયાએ પ્રશાસન પર પ્રશ્નો કરવાની સાથે કેસમાં સામેલ તમામ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવાની માગ કરી છે. 

શું હતી સમગ્ર ઘટના?

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.


Google NewsGoogle News