Get The App

સરકારે મણિપુરની હિંસાઓ પર નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ : સુરતમાં આયોજીત નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની વિંનતી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
સરકારે મણિપુરની હિંસાઓ પર નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ : સુરતમાં આયોજીત નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની વિંનતી 1 - image


Surat National Table Tennis Tournament : હાલ સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ-અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં મણિપુર રાજ્યની ટીમ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, કારણ કે છેલ્લા બે વર્ષથી જે રીતે મણિપુરમાં હિંસાઓ ચાલી રહી છે તે છતાં પણ હિંસાઓ અને કર્ફ્યુની વચ્ચે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરીને આ ખેલાડીઓ આજે નેશનલ રમી રહ્યા છે.

સરકારે મણિપુરની હિંસાઓ પર નિયંત્રણ માટે પગલાં લેવા જોઈએ : સુરતમાં આયોજીત નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની વિંનતી 2 - image

સમસ્યાઓ હોવા છતાં પણ એ સમસ્યાઓનો સામનો કરીને પોતાના નક્કી કરેલા ગોલ સુધી કઈ રીતે પહોંચવું તે સુરત ખાતે ટેબલ ટેનિસની મણિપુરની ટીમ પાસે શીખવા જેવું છે. કારણકે આ તમામ ખેલાડીઓ મણિપુરમાં જે હિંસાઓ ચાલી રહી છે તે હિંસાઓની વચ્ચે પણ પોતાના રાજ્ય અને દેશ માટે રમવાનું નથી ચૂકતા. સતત સંઘર્ષ કરીને પણ તેઓ આજે નેશનલ માટે રમી રહ્યા છે. મણિપુરની ટીમમાંથી છેલ્લા દસ વર્ષથી ટેબલ ટેનિસ રમી રહેલા અને 36 કલાકની મુસાફરી કરી સુરત પહોંચેલા રાજકુમારએ કહ્યું કે મણિપુરમાં છેલ્લા બે વર્ષથી હિંસાઓ ફાટી નીકળી છે બે સમૂહના જૂથ વચ્ચેની હિંસાના કારણે મણિપુરમાં ઘણીવાર કરફ્યુ લાગી જતા હોય છે. આવા સમયે અમને પ્રેક્ટિસ કરવું ખૂબ જ અઘરું પડી જતું હોય છે અને એટલે જ અમે ક્યારેક ઘરમાં જ નાના ટેબલ પર પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ જો કે આ વસ્તુ ખૂબ જ અઘરી હોય છે. કારણકે કોઈપણ રમત માટે સારા કોચ અને સારી જગ્યા પ્રેક્ટિસ માટે હવે ખૂબ જ જરૂરી છે.

 બીજી તરફ ખેલાડીઓ થોમસ અને સેગલ સિંહનું કહેવું છે કે મણિપુરમાં હાલ થઈ રહી છે તે અંગે સરકારે આ હિંસાઓ પર વિચાર કરવો જોઈએ અને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ જેથી મણિપુરમાં શાંતિ બની રહે. કારણ કે અમારા જેવા ખેલાડીઓ બીજે નેશનલ રમતા હોય છે તેવા અન્ય ઘણા ખેલાડીઓ હોય છે કે જેમણે આ સમય દરમિયાન કર્ફ્યુમાં પ્રેક્ટિસ કરવા જોવા માટે ખૂબ જ તકલીફ વેઠવી પડતી હોય છે. છતાં પણ આજે અમે ઘરમાં પ્રેક્ટિસ કરીને પણ અમારા રાજ્ય અને દેશ માટે રમી રહ્યા છે.


Google NewsGoogle News