તલાટી મંત્રી મહિલા પર નિલર્જજ હુમલો કરી મંગળસૂત્રની લૂંટ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
તલાટી મંત્રી મહિલા પર નિલર્જજ હુમલો કરી મંગળસૂત્રની લૂંટ 1 - image


પોરબંદરના જલારામનગર-2માં રહેતી : પતિ અમદાવાદ નોકરી કરતો હોવાથી માતા-પુત્ર મોસાળે રહેતા હતા, ત્યાં ટપોરી શખ્સ વારંવાર પરેશાન કરતો હતો

પોરબંદર, : અહીંના જલારામનગરમાં રહેતી તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતી એક પરિણીતાને તેના જ વિસ્તારમાં રહેતો શખ્સ વારંવાર બદઇરાદો પાર પાડવા માટે પજવણી કરવા ઉપરાંત ઝઘડો કરી યુવાન અને તેના પરિવારજનોએ પરિણીતાને માર મારી સોનાના મંગળસૂત્રની લૂંટ કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરના રાજીવનગરમાં આવેલા જલારામનગર-૨માં રહેતા ચાર્મીબેન મયંક થાનકી નામના ૩૧ વર્ષીય મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે તેની માતા સાથે અહીં પોરબંદર રહે છે અને તેના પતિ મયંક અશોક થાનકી અમદાવાદ સ્પાઇસજેટમાં નોકરી કરે છે. ત્રણ દિવસ પહેલાં સવારે ચાર્મીબેન તેના ચાર વર્ષના પુત્ર જીયાનને લઇને ઘરના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે બાજુમાં રહેતો જયેશ અરજન ઓડેદરા બાઇક લઇને ત્યા આવ્યો હતો અને 'માતાજી, તમે અમારી ગરબીમાં કેમ નથી આવતા? તમને અમારાથી શું વાંધો પડયો છે? આવું કહેતા ચાર્મીએ એવું કહ્યું હતું કે, 'ભાઇ, હું કોઇ અજાણ્યા પુરૂષ સાથે વાત કરતી નથી અને તમારે હવે પછી મને કયારેય બોલાવવી નહીં.દ તેમ કહ્યું હતું અને ત્યારબાદ આ બનાવ અંગે પોતે માતા વર્ષાબહેનને વાત કરી હતી.

ત્યારબાદ ફરીયાદી ચાર્મીબેન અને તેનો પુત્ર જીયાન અને માતા વર્ષાબેન ઘરે હતા અને માતાજીની આરતી ચાલુ હતી તે દરમિયાન ઘરનો દરવાજો ખખડતા ખોલ્યો તો જયેશ ઓડેદરાના બહેન જ્યોસનાબેન આવ્યા હતા અને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા દરમિયાન ચાર્મીબેન અને જ્યોત્સનાબેન જયેશના ઘરે ગયા ત્યારે  બહેન નીલમે ચાર્મીને ઝાપટ મારી હતી ત્યારબાદ જ્યોસના અને નીલમે વાળ ખેંચ્યા હતા અને જયેશે પણ માર માર્યો હતો એ દરમિયાન નીલમે ગળામાં હાથ નાખી 20,000નું પોણા તોલાનું મંગલસુત્ર ઝૂંટવી લીધું હતું. તેથી ચાર્મી ઘરે જઇને લોકોની હાજરીમાં જ પોલીસને બોલાવી જયેશ અને તેની બહેનો વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસમથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.



Google NewsGoogle News