અરવિંદ લાડાણીએ વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કર્યો, ભાજપના નેતા સામે કાર્યવાહી થઈ શકે છે
Manavadar Politics: માણાવદરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો. અરવિંદ લાડાણીએ આ પત્રમાં વિધાનસભાના વિશેષાધિકાર ભંગ કર્યો છે. તેઓ ધારાસભ્ય ન હોવા છતાં પણ ધારાસભ્ય તરીકેના રાજ્ય પ્રતીક ધરાવતો લેટરપેડનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે, તેમણે છઠ્ઠી માર્ચ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
અરવિંદ લાડાણીએ વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કર્યો
માણાવદરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી ચૂંટણી લડ્યા હતા. સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આઠમી મેના રોજ તેમણે ભાજપ સંગઠન મહામંત્રી, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખને પત્ર લખી પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને તેમના પુત્ર સામે પક્ષ વિરોધો પ્રવૃત્તિઓ કરવાની ફરિયાદ કરી હતી અને ભાજપના આંતરિક વિવાદમાં તેઓ વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કરી બેઠા છે.
લાડાણીએ માણાવદરના ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો
અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય ન હોવા છતાં પણ ધારાસભ્ય તરીકેના રાજ્યનું પ્રતીક ધરાવતો લેટરપેડનો ઉપયોગ કર્યો. એટલે કે તેમણે ધારાસભ્ય તરીકે તેઓએ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેઓ પૂર્વ ધારાસભ્યની વ્યાખ્યામાં આવી ગયા અને કાયદેસર રીતે ધારાસભ્ય તરીકેના વિશેષાધિકારમાંથી તેઓ બાકાત થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાના લેટરપેડમાં અરવિંદ લાડાણીએ ધારાસભ્ય 85 માણાવદર તરીકે કરી પત્ર લખ્યો હતો.
વિશેષાધિકારનો ભંગ કરવા પર કાર્યવાહી થઈ શકે છે
વિધાનસભાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈપણ ધારાસભ્ય એક વાર રાજીનામું આપે ત્યારબાદ ધારાસભ્ય તરીકે છાપેલ પત્રોનો ઉપયોગ કરી શકતો નથી. જો તેનો ઉપયોગ કરે છે તો વિધાનસભાના વિશેષાધિકાર ભંગ કર્યો કહી શકાય. આ ભંગ માટે વિધાનસભાની વિશેષાઅધિકાર સમિતિ તેમની સામે પગલાં લઈ શકે છે, જેમાં અધ્યક્ષ સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.
જાણો શું છે નિયમ
ભારતના રાજ્ય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005, અને ભારતના રાજ્ય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ 2007નું ઉલ્લંઘન છે. પરિપત્ર અનુસાર, વ્યક્તિગત કારણોસર રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કાયદાનો ભંગ અને સજાપાત્ર છે. પૂર્વ ધારાસભ્યોને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના લેટરપેડમાં રાષ્ટ્રીય પ્રતીકનો ઉપયોગ કરે નહીં.
આ પણ વાંચો: 'ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના સમર્થનમાં કરાવ્યું મતદાન', અરવિંદ લાડાણીએ સી.આર.પાટીલને લખ્યો પત્ર