વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર મોબાઇલ શોપના મેનેજરે કંપનીને 14 લાખનો ચૂનો ચોપડયો
Vadodara Fraud Case : વડોદરાના ન્યુ એપી રોડ વિસ્તારમાં આવેલી એક મોબાઇલ શોપના મેનેજરે ખોટા બીલો બનાવી 13.98 લાખ છેતરપિંડી કરી હોવાનું બનાવ બન્યો છે.
ન્યુ વીઆઇપી રોડ ખાતે પંચમ ઇલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી ફોન વાલે કંપનીના સંચાલક કલ્પેશ ભાઈ ઝાલાએ પોલીસને કહ્યું છે કે, અમારી મોબાઇલ શોપના ઓડિટ દરમિયાન મેનેજર તરીકે કામ કરતા ગ્લેન્ટિન વિલસનભાઈ ડીસોઝા(સ્વામી વિવેકાનંદ હાઇટ્સ,લક્ષ્મીપુરા રોડ,ગોરવા) એ ખોટા બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી હતી.
આ ઉપરાંત મેનેજરે ક્રેડિટ કાર્ડથી ખરીદેલા કેટલાક ફોનની સ્લીપ સોફ્ટવેરમાં બે વાર અપલોડ કરી હોવાની પણ માહિતી બહાર આવી હતી. હરણી પોલીસે આ ફરિયાદને આધારે મેનેજર સામે ગુનો નોંધી તપાસ કરી છે.