લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની અટકાયત
વડોદરાઃ શહેરમાં પોલીસની જાણ બહાર સિક્યુરિટી એજન્સીઓ ચલાવવામાં આવી રહી હોવાથી તેમની સામે ઝુંબેશ ચલાવી કેસ કરવામાં આવી રહ્યા છે.
તરસાલી ઉમા વિદ્યાલય પાસે આવેલા મલબાર વેલી એપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેશ ચૌહાણની તપાસ કર્યા બાદ એસઓજીએ નારાયણ સિક્યુરિટી એજન્સીના સંચાલક ગુમાનસિંહ વિજયસિંહ ચૌહાણ(નવનીત પાર્ક,રવિપાર્ક પાસે, તરસાલી)ની પૂછપરછ કરી હતી.જે દરમિયાન તેમણે ચાર કર્મચારીઓ રાખ્યા હોવાની વિગતો ખૂલી હતી.પરંતુ આ બાબતે પોલીસને જાણ કરી નહતી.જેથી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ તેની અટકાયત કરવામાં આવી હતી.