માનસિક અસ્વસ્થ મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સને 10 વર્ષની સખત કેદ
બોટાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજનો ચુકાદો
છ વર્ષ પૂર્વે માનસિક અસ્વસ્થ મહિલા સાથે શખ્સે દુષ્કૃત્ય આચર્યું હતું
આ કેસની વિગત એવા પ્રકારની છે કે,આરોપીને થયેલ સજા અંગેના બનાવની બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૧૯ માં રાત્રીના સમયે ભોગબનનાર મહિલા પોતાના ઘરે રાત્રીના સુતા હતા ત્યારે.રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયા નામનો શખ્સ ત્યારે ઘરમાં પ્રવેશ્યો હતો. અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય આચર્યું હતું. અને આ સમય દરમ્યાન મહિલાના ભાભી તથા ભાઈ જોઈ જતા ત્યારે.રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયા નામનો શખ્સ મહિલાના ભાઈને ધક્કો મારી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે બોટાદ પોલીસ મથકમાં રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયાની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.આ કેસ બોટાદની પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે ૨૪ દસ્તાવેજી પુરાવા અને ૬ સાહેદોને તપાસવામાં આવ્યા હતા.જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો તથા રજુઆતો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ હેમાંગ આર.રાવલે ઈ.પી.કો કલમ ૩૭૬ ના ગુન્હામાં આરોપી રાજુ ઉર્ફે ગંભુ મનજીભાઈ ઠોળીયાને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.