Get The App

જામનગરમાં 19 વખત દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલો એક શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરી કરતાં પકડાયો

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
જામનગરમાં 19 વખત દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલો એક શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરી કરતાં પકડાયો 1 - image


જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી 19 જેટલા દારૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગરને કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે 106 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા અને કાર સાથે બે શખ્સો ની અટકાયત કરી છે, જ્યારે 23 જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડીના રામ ઉર્ફે રામકો નામના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતો કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયા કે જેની સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને વેચાણ અંગેના 19 ગુના નોંધાયા છે, જેના પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.

દરમિયાન સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ.આર.ડી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત બુટલેગર દ્વારા એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે. જે બાતમી ના આધારે પોલીસ ટુકડીએ અયોધ્યા નગર શેરી નંબર છ પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન જીજે ટેન સી. એન. 3591 નંબરની ડસ્ટન કંપનીની 'રેડી ગો' કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે કારમાંથી 106 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. 

આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા સવા લાખની માલમતા કબજે કરી હતી, જયારે કારની અંદર બેઠેલા કેયુર ઉર્ફે કઈલો ગિરીશભાઈ ડોબરીયા તેમજ તેના સાગરીત ગુમાનસિંહ તખુભા જાડેજા ની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગર નજીક નાઘેડી માં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામના મેર જ્ઞાતિ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. જે આરોપી સામે દારૂ અને મારા મારી સહિતના 23 ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. જેને ઉપરોક્ત દારૂના કેસમાં ફરારી જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.


Google NewsGoogle News