બોગસ જમીન માલિક બનીને જમીનનો દસ્તાવેજ કરનાર જેલમાં ધકેલાયો
વડોદરાઃ બોગસ જમીન માલિક બનીને ભાજપના કોર્પોરેટર સાથે છેતરપિંડી કરવાના બનેલા બનાવમાં પકડાયેલા આરોપીને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
વડોદરા પાસેના સુખલીપુરા ગામે આવેલી જમીનનો કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે સોદો કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ગોહિલ અને તેના સાગરીત કમલેશ દેત્રોજાએ મૂળ જમીન માલિકની જાણ બહાર બોગસ જમીન માલિકને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરીને દસ્તાવેજ કરાવીને રૃ.૨૧ લાખ પડાવ્યા હતા.
આ બનાવની ફરિયાદ થતાં સમા પોલીસના પીઆઇ એમબી રાઠોડે જમીન માલિક બનેલા જામાજી પૂજાજી સોઢા(ફતેપુર ગામ,નડિયાદ)ને ઝડપી પાડી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.રિમાન્ડ પુરો થતાં કોર્ટે તેને જેલમાં મોકલ્યો છે.પોલીસ બંને ફરાર આરોપીને હજી શોધી રહી છે.