Get The App

કાપોદ્રામાં તેર વર્ષ પહેલા મહિલાની હત્યાનો પ્રયાસ કરનારને 10 વર્ષની સખત કેદ

Updated: Mar 17th, 2025


Google News
Google News
કાપોદ્રામાં તેર વર્ષ પહેલા મહિલાની હત્યાનો પ્રયાસ કરનારને 10 વર્ષની સખત કેદ 1 - image


સુરત

મૂળ ભાવનગરના આરોપી વિજય મકવાણા દોષી ઠેરવાયો, રૃા.50 હજાર દંડ ઃ દંડની રકમમાંથી ઇજાગ્રસ્ત મહિલાને વળતર ચૂકવવા નિર્દેશ


તેર વર્ષ પહેલાં કાપોદરા દીનદયાળનગર ઝુંપડપટ્ટીમાં રહેતી મહીલાએ પૈસા આપવાનો ઈન્કાર કરતાં ચપ્પુ વડે જીવલેણ હુુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને આજે  એડીશ્નલ સેશન્સ જજ  અશ્વિનકુમાર કે.શાહે ઈપીકો-307ના ગુનામાં દોષી ઠેરવી દશ વર્ષની સખ્તકેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા તથા આરોપી દંડ ભરે તો દંડની રકમ ઈજાગ્રસ્ત મહીલાને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.

મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામના વતની તથા સફાઈ કામ કરતાં ૩૫ વર્ષીય આરોપી વિજય બાબુભાઈ મકવાણાએ ગઈ તા.13-5-2012 ના રોજ કાપોદરા ખાતે દીનદયાળ નગર ઝુંપડપટ્ટીમાં  મકાન નં.636માં આવીને ઈજાગ્રસ્ત કલ્પના ઉર્ફે દીપમાલા રાજુભાઈ ગોવિંગ શિંદે પાસે પૈસાની માંગણી કરી હતી.પરંતુ કલ્પના શિંદેએ આરોપીને પૈસા આપવાની ના પાડતાં આરોપી વિજય મકવાણાએ  ઉશ્કેરાઈને તેના પર ચપ્પુ વડે હાથના અંગુઠા તથા પેટમાં જીવલેણ ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેથી પોતાના કાકા સસરાની દીકરી કલ્પનાને ઈજા પહોંચાડવા અંગે  ફરિયાદી રેખાબેન મનોજભાઈ પવારે આરોપી વિજય મકવાણા વિરુધ્ધ કાપોદરા પોલીસમાં ઈપીકો-307,188ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જેથી કાપોદરા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલભેગો કર્યો હતો.

હાલમાં શરતી જામીન મુક્ત આરોપી વિરુધ્ધ કેસ કાર્યવાહી પુરી થવા પામી હતી.જે દરમિયાન આરોપીના બચાવપક્ષે એવો બચાવ લીધો હતો કે ફરિયાદી બનાવ સ્થળે હાજર નહોતા.ઈજાગ્રસ્તે કબજે કરેલા  ચપ્પુને ઓળખી બતાવ્યુ નહોતુ તથા તેને બનાવની ચોક્કસ તારીખ યાદ નથી.પંચસાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા હોઈ ફરિયાદપક્ષે ખોટી સ્ટોરી ઉભી કરીને આરોપીને ખોટી સંડોવણી કરી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ 18 સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. મહત્વના સાક્ષી ઈજાગ્રસ્ત કલ્પનાબેન શિંદેએ જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે સંબંધ બાંધવાનું દબાણ કરતાં ના પાડતા તેણે જીવલેણ હુમલો કરીને આંતરડા બહાર કાઢી નાખ્યા હતા.ફરિયાદી બનાવ સ્થળે હાજર નહોતા પરંતુ ઈજાગ્રસ્તે જ તેને સમગ્ર બનાવની હકીકત જણાવી છે.ઈજાગ્રસ્તે  17 દિવસ સુધી ઈજાની સારવાર લેવી પડી છે.જે દરમિયાન તબીબી હિસ્ટ્રીમાં પણ આરોપીએ તેને ચપ્પુ વડે ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.તબીબી,એફએસએલનો પુરાવો તથા ઈજા પામનારે ડાઈંગ ડેકલેરેશનમાં પણ આરોપીનું નામ આપ્યું છે.જેથી કોર્ટે આરોપી વિજય મકવાણાને ઈપીકો-188માં ચાર્જ પુરવાર ન થતો હોવાનું તથા ઈપીકો-૩૦૭માં આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ,દંડ તથા ઈજાગ્રસ્તને વળતર ચુકવવા હુકમ કર્યો  છે.


Tags :
suratcourt

Google News
Google News