Get The App

આઇસક્રીમ અને ચોકલેટની લાલચ આપી ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનારને આજીવન કેદ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
આઇસક્રીમ અને ચોકલેટની લાલચ આપી ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનારને આજીવન કેદ 1 - image


Vadodara Molestation Case : સગીર વયની ત્રણ બાળકીઓ સાથે બિભત્સ શારીરિક અડપલા કરનાર આરોપીને અદાલતે કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે. દરેક બાળકીઓને 10 હજાર વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

 મકરપુરા વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી ધો.7 માં અભ્યાસ કરતી હતી. બાળકી એક મેડમના ઘરે ટયુશન ક્લાસમાં જતી હતી. એક દિવસ મેડમ ક્લાસમાં ગુડ ટચ અને બેડ ટચ વિશે શીખવતા હતા. તે સમયે 12 વર્ષની બાળકી અચાનક રડવા લાગી હતી. ટીચરે પૂછતા બાળકીએ જણાવ્યું હતું કે, રજનીકાંત અંકલ એપ્રિલ-2019 થી મારી સાથે છેડછાડ કરે છે. હું દાદર પર બેઠી હોઉં ત્યાંથી ખેંચીને મને તેમના ઘરે લઇ જઇ મને ચોકલેટ, આઇસક્રીમ ખાવા માટે આપતા હતા. તેઓ મારી સાથે મીઠી વાતો કરી મારા કપડા ઉતારી મારા શરીર પર હાથ ફેરવતા હતા. તેઓ મને કિસ કરતા હતા અને કહેતા હતા કે, તારે ઢીલા અને ટૂંકા કપડા ફેરવવાના જેથી, હું તરત કપડા ઉતારી શકું, હાથ ફેરવી શકું. મેં મારી મમ્મીને વાત કરવાનું કહેતા રજનીકાંત અંકલે મને મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ અન્ય બાળકીઓ સાથે પણ આવી હરકતો કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રજનીકાંત ભીમચંદ્ર મહાતો (રહે. માણેજા, મૂળ રહે. ગામ ચતમ્બરી,તા. કોટશીલ, જિ.પુરૂલિયા,પ.બંગાળ) ની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી કે, ત્રણ સગીરાઓ ભોગ બની છે. આરોપીએ જાતીય સતામણીનો ગંભીર ગુનો કર્યો છે. આરોપીને મહત્તમ સજા કરવી જોઇએ. સ્પેશ્યલ કોર્ટના જજ એમ.ડી.પાંડેય દ્વારા આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ દરેક ભોગ બનનારને 10 હજાર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News