Get The App

જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા વતન પરોઠા હાઉસમાં શખ્સ દ્વારા તોડફોડ કરી હોટલ સંચાલક પર ધારિયા વડે હુમલો

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા વતન પરોઠા હાઉસમાં શખ્સ દ્વારા તોડફોડ કરી હોટલ સંચાલક પર ધારિયા વડે હુમલો 1 - image

image : Freepik

Jamnagar : જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા વતન પરોઠા હાઉસમાં એક દેવીપુજક શખ્સ ધારિયા સાથે ધસી આવ્યો હતો, અને પોતાની પત્ની મારફતે મંગાવેલું પાર્સલ ખરાબ આવ્યું હોવાથી હંગામો મચાવી હોટલમાં તોડફોડ કરી હતી, અને હોટલના સંચાલક પર ધારિયા વડે હાથમાં અને પીઠના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધુંવાવ ગામમાં રહેતા અને હાપા માર્કેટિંગયાર્ડની સામે વતન પરોઠા હાઉસ ચલાવતા ઈરફાન ઉમરભાઈ મથુપોત્રા નામના હોટલ સંચાલક યુવાને પોતાના ઉપર ધારિયા વડે હાથ અને પીઠના ભાગે હુમલો કરવા અંગે રાજ દેવીપુજક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે પોતાની હોટલમાં તોડફોડ કર્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આરોપી રાજ દેવીપૂજકની પત્ની હોટલમાંથી પાર્સલ લઈ ગઈ હતી, જે પાર્સલ ખરાબ નીકળ્યું હોવાથી ઉશ્કેરાયેલો રાજ દેવીપુજક ધારિયા સાથે હોટલમાં ધસી આવ્યો હતો, અને હોટલ સંચાલક સાથે તકરાર કરી ધારીયા વડે હુમલો કર્યો હતો, તેમજ હોટલમાં પણ કરી નાખી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

વેપારી યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને પીઠના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી એ.ડિવિઝનના પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News