ચેક બાઉન્સ કેસમાં શખ્સને એક વર્ષ કેદની સજા અને રોકડનો દંડ
બેન્ક એકાઉન્ટમાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો
બોટાદ પીપલ્સ કો.ઓપ. ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધા બાદ ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ધી બોટાદ પીપલ્સ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિંમાંથી ચાર વર્ષ પૂર્વે વિપુલ કાંતિલાલ રાવલ નામના શખ્સે લોન લીધા બાદ ગત તા.૨૬-૧૧-૨૦૨૦ના રોજ શખ્સે લોનની લેણી રકમ પેટે રૂા.૮૫,૧૦૧નો ચેક આપ્યો હતો. આ કેસ ખાતામાં જમા કરાવતા પૂરતું ભંડોળ ન હોવાના કારણે બાઉન્સ થયો હતો. જે અંગે બોટાદ પીપલ્સ કો.આપ. ક્રેડિટ સોસાયટી લિ.એ નોટિસ ફટકારી છતાં રકમ નહીં ભરપાઈ કરતા સોસાયટીના કર્મચારી રમેશભાઈ આર. રાઠોડએ બોટાદના બીજા એડિશનલ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રવિન્દ્રકુમારની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગેની સુનવણી થતાં ફરિયાદી પક્ષના એડવોકેટ નચિકેતભાઈ જી. વડોદરિયાએ રજૂ કરેલા આધાર-પુરાવા અને દલીલોની ધ્યાને રાખી અદાલતે વિપુલ રાવલને એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૮૫,૧૦૧નો દંડ ફટકાર્યો હતો.