Get The App

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા

Updated: Mar 27th, 2025


Google News
Google News
કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા 1 - image

વડોદરાઃ કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આધેડે નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર  બ્રિગેડની મદદ લીધી હતી.

રૃપેશભાઇ નામના આધેડ સવારે ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.જે દરમિયાન કાલાઘોડા બ્રિજ પાસેથી તેમનું સ્કૂટર મળી આવતાં શંકાના વમળો સર્જાયા હતા.

બનાવની જાણ પોલીસને કરાતાં તપાસ દરમિયાન સ્કૂટરની ડિકિમાંથી બે મોબાઇલ મળ્યા હતા.જ્યારે,નદીના પગથિયા પરથી ચંપલ મળ્યા હતા.ફાયર  બ્રિગેડને શોધખોળ દરમિયાન કાંઇ હાથ લાગ્યું નથી.અહીં મગરો વધુ સંખ્યામાં હોવાથી મોડીસાંજે કામગીરી બંધ રાખી હતી.આવતીકાલે ફરીથી શોધખોળ કરાશે.પોલીસ ગૂમ થનારની વધુ વિગતો મેળવી રહી છે.

Tags :