Get The App

7 વર્ષની માસૂમ બાળકીના અપહરણના પ્રયાસમાં શખ્સને 5 વર્ષની સખત કેદ

Updated: Feb 1st, 2025


Google News
Google News
7 વર્ષની માસૂમ બાળકીના અપહરણના પ્રયાસમાં શખ્સને 5 વર્ષની સખત કેદ 1 - image


- ટીટોડિયાનો શખ્સ દુષ્કમના ઈરાદે લઈ જતો હતો ત્યારે લોકોએ પકડયો

- કોર્ટે 15 મૌખિક અને 17 દસ્તાવેજી પુરાવાના ગ્રાહ્ય રાખ્યાં, ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 50 હજારનું વળતર આપવા હુકમ

ભાવનગર : મહુવા પંથકના ટીટોડિયા ગામના એક શખ્સે દુષ્કર્મ કરવાના ઈરાદે સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યાની ચકચારી ઘટનામાં કોર્ટે ૧૫ મૌખિક અને ૧૭ દસ્તાવેજી પુરાવાના ગ્રાહ્ય રાખી શખ્સને પાંચ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ૫૦ હજારનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.

સમગ્ર કેસની મળતી વિગત અનુસાર મહુવા તાલુકાના ટીટોડિયા ગામે રહેતો અને મજૂરી કામ કરતો હઠુ રાવતભાઈ ગોહિલ (ઉ.વ.આ.૩૦) નામના શખ્સે બફર લઈને જતી આશરે સાતેક વર્ષની બાળાને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈને જતો હતો. ત્યારે બાળકીએ બૂમાબૂમ કરતા તેણીના કાકા અને ગ્રામજનોએ દોડી આવી શખ્સને પકડી પાડી બાળકીને છોડાવી હતી. આ બનાવ અંગે ભોગગ્રસ્ત બાળાના પિતાએ હઠુ ગોહિલ નામના શખ્સ સામે બગદાણા પોલીસ મથકમાં આઈપીસી ૩૫૪, ૩૫૪ (એ), ૩૬૩, ૩૬૬, ૫૧૧, પોક્સો એક્ટની કલમ ૮, ૧૮ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ. પાટીલની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલો, ૧૫ મૌખિક અને ૧૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈ જુદી-જુદી કલમ હેઠળ પાંચ વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ અને જો દંડનો ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને પુનઃવસન માટે, શારીરિક-માનસિક વ્યથા સબબ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૩૩ (૮) મુજબ તેમજ સીઆરપીસી કલમ ૩૫૭ (એ), ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુલ ઓફેન્સ રૂલ્સ ૯ મુજબ ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ અન્વયે રૂા.૫૦,૦૦૦નું વળતર આપવા હુકમ કર્યો હતો.

Tags :
Man-gets-5-years-rigorous-imprisonmentattempting-to-kidnap-7-year-oldinnocent-girl

Google News
Google News