જેતપુરના ઉમરાળી ગામના શખ્સને છેતરપિંડી કેસમાં 5 વર્ષની સજા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
જેતપુરના ઉમરાળી ગામના શખ્સને છેતરપિંડી કેસમાં 5 વર્ષની સજા 1 - image


મામલતદાર કચેરીના રોજમદાર પટાવાળાએ કૌભાંડ આચર્યું હતું : રાશનની દુકાન અને ભરડિયાના લાયસન્સ અપાવવા  21 લાખ લઈ છેતરપિંડી  કરી હતી 

જેતપુર, : જેતપુર મામલતદાર કચેરીમાં અગાઉ રોજમદાર તરીકે નોકરી કરતો ઉમરાળી ગામના શખ્સે પોતાના જ ગામના ત્રણ યુવાનોને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ તેમજ ભરડીયાની લીઝ અપાવી દેવાના બહાને 21લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની સીટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યોે હતો.

જેતપુર તાલુકાના ઉમરાળી ગામનો બકુલભાઈ કેશુભાઈ પરમાર જેતપુર મામલતદાર કચેરીમાં રોજમદારીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. જેથી મામલતદાર કચેરીમાં જુદાજુદા કામો માટે આવતા લોકો સાથે તેને સંપર્ક હતો તેવામાં તેમના ગામના ચેતનભાઈ ટીંબડીયા તેમજ અન્ય બે લોકો મામલતદાર કચેરીએ જુદાજુદા કામો માટે આવતા હતા. તે દરમિયાન તેઓને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ અને ભરડીયાની લીઝ અપાવી દેવાની લાલચ બકુલે  આપી હતી. અને આ પેટે સરકારી કચેરીમાં પૈસા જમા કરાવવા પડશે અને તે ચલણથી જમા કરાવવા પડશે અને તેની રશીદ પણ મળશે તેવું ે જણાવી વિશ્વાસ સંપાદન કરેલ હતો.ત્યારબાદ ફરિયાદી તેમજ સાહેદોએ 21 લાખ જેવી રકમ ટુકડે ટુકડે આપેલ અને તે પેટે બકુલે જેતપુર મામલતદારના સહી સિક્કાવાળી રશીદો પણ આપેલ. ત્યારબાદ ફરિયાદીએ દુકાન તેમજ ભરડીયાની લીઝનું ક્યારે થશે તેવી વારંવાર પૂછપરછ કરતા થોડા દિવસમાં થઈ જશે તેવા બકુલ જવાબો આપતો હતો. અંતે  ચેતનભાઈએ મામલતદારને મળીને રશીદો બતાવી તમામ વાત કરતા તત્કાલીન મામલતદાર પણ પોતાની ખોટી સહી સિક્કા જોઈ ચોકી ગયા હતાં. અને તેઓએ આ અંગે ચેતનભાઈને પોલીસ ફરીયાદ કરવા જણાવતા 18 જાન્યુઆરી 2022માં જેતપુર સીટી પોલીસમાં બકુલ વિરૂદ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી


Google NewsGoogle News