દુષ્કર્મના કેસમાં લુંટાવદર ગામના નરાધમને આજીવન કેદની સજા
મનોવિકલાંગ તરૃણી સાથે આચર્યું હતું દુષ્કર્મ
ભોગ બનનારને ૪.૮૫લાખનું વળતર ચૂકવવા મોરબી સ્પે. પોક્સો કોર્ટ દ્વારા હુકમ
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પંથકમાં રહેતા પરિવારની
માનસિક અસ્થિર તરૃણી દુકાને વસ્તુ લેવા જતા દુકાનનું શટર બંધ કરી બળજબરીથી બે વખત
દુષ્કર્મ આચરી કોઈને કહીશ. તો તેને અને તારી માતાને મારી નાખીશ. તેવી ધમકી આપી
હતી. જે બનાવ મામલે તા. ૧૮-૧-૨૦૨૨ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
હતો પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સુરેશ ભગવાનજી
જાલરીયા (રહે. લુંટાવદર તા. મોરબી)ને ઝડપી લીધો હતો. જે કેસ મહે. એડીશનલ
ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે આર પંડયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનડી
કારીઆએ કુલ ૪૪ પુરાવાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલો રજુ કરી હતી
જેને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી સુરેશ
ભગવાનજી જાલરીયાને આજીવન સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.તેમજ ભોગ બનનારને
વળતર માટેની યોજના અંતર્ગત રૃા. ૪ લાખ અને આરોપી જે દંડની રકમ ભરે તું રૃા૮૫ હજાર
સહિત કુલ રૃા. ૪.૮૫ લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.