ખાંભડાના શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
- દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે દબોચી લીધો
- ધંધુકા પંથકમાંથી સગીરાને બળજબરી પુર્વક બાઈક પર બેસાડી અપહરણ કર્યું
ધંધુકા : બરવાળા તાલુકાના ખાંભડા ગામના શખ્સે સગીરાને બળજબરી પુર્વક બાઇક પર અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ધટના પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જોકે દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે પકડી પાડી સાધન પૂછપરછ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર બરવાળા તાલુકાના ખાંભડા ગામેં રહેતો મેહુલ માખા નામના શખ્સે સગીરાને ધંધૂકા થી બળજબરી પુર્વક બાઇક પર અપહરણ કરી ગયો હતો.અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ બનાવ સંદર્ભે સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી દુષ્કમ આચરનાર શખ્સને પકડી પાડયો હતો.