જામનગરના ધુવાવ ગામનાં શખ્સને ચેક પરત ફરવાના કેસમાં છ માસની સજાનો હુકમ
જામનગર તાલુકાના ધુવાવ ગામના આસામીને રૂપિયા 60 હજારની રકમનો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે છ માસની સજા નો હુકમ કર્યો છે.
જામનગર તાલુકા ના ધુવાવ ગામ માં રહેતા વલ્લભભાઈ નારણભાઈ પરમાર ને તેના મિત્ર જિતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ પરમારે રૂ.60 હજારની રકમ હાથ ઉછીની આપી હતી, તેની પરત ચુકવણી માટે રૂ. 60,000નો ચેક આપવામાં આવ્યો હતો.
તે ચેક ફરિયાદી એ ત્રણ વખત બેંક મા જમા કરાવેલ, જે ત્રણેય વખતમાં આરોપી વલ્લભભાઈના ખાતામાં અપૂરતું નાણા ભંડોળ ના કારણે પરત ફર્યો હતો. જેથી જિતેન્દ્રભાઈ પરમારે જામનગર ની સ્પે. નેગો. કોર્ટમાં આરોપી વલ્લભભાઈ પરમાર વિરુધ્ધ ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ દાખલ કરી હતી.
જે ફરિયાદ જામનગર ના સ્પે. નેગો. કોર્ટ ના જજ આર.બી. ગોસાઇ સમક્ષ ચાલી જતાં તમામ પુરાવા અને દલીલો ને ધ્યાને લઈ અદાલતે આરોપી વલ્લભભાઈ પરમાર ને છ માસ ની સાદી કેદની જેલ સજા અને રૂ. 60,000નો દંડ અને જે દંડ ની રકમ આરોપી એ ફરિયાદી ને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ હતો.
આ હુકમ મુજબ આરોપી એ રજૂ કરેલ બચાવ માં જણાવ્યું હતું કે ફરિયાદ વાળો ચેક સિક્યુટરીટી પેટે આપેલ હતો, અને ફરિયાદી એ 5 ટકા ના વ્યાજે હાથ ઉછીની રકમ આપેલ હતી અને આ હાથ ઉછી ની રકમ રૂ. 60,000 ફરિયાદીને આરોપી વલ્લભભાઈ પરમાર દ્વારા ચૂકવી આપેલ છે. તેવો બચાવ લીધેલ હતો.
પરંતુ આ બચાવ અંગે કોઈ સચોટ મૌખિક કે લેખિત પુરાવો રજૂ થયો ન હતો . જેથી જામનગર ની નેગો. સ્પે. કોર્ટ ના જજ દ્વારા આરોપીને છ માસ ની સાદી કેદની જેલ સજા અને રૂ. 60,000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરિયાદી જિતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ પરમાર તરફ થી વકીલ અજય વી. પટેલ તથા હરીશ ગોહિલ રોકાયેલ હતા.