કેફેમાં ઘુસી મેનેજર તથા વેઈટર પર હુમલો કરી મારી નાખવાની ધમકી
Vadodara Crime : વડોદરામાં ન્યુ અલકાપુરીના કેફેમાં ઘૂસી મારામારી કરનાર ચાર હુમલા પોરો સામે પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા વુડ બોન્ડ કેફેમાં છેલ્લા ત્રણ વર્ષથી શુભમ કુમાર સંજય કુમાર ઠાકોર મેનેજર તરીકે નોકરી કરે છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 4:30 થી 5:00 વાગ્યાના અરસામાં અમારા કેફેમાં ચાર વ્યક્તિઓ આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ લાલ થતા સફેદ કલરનો શર્ટ, બીજાએ સફેદ કલરનો શર્ટ અને ચોથાએ કાળુ અને સફેદ શર્ટ પહેર્યું હતું. તેઓએ મને કહ્યું હતું કે કેફેની બહાર અમારી સાથે બોલાચાલી કરનાર વ્યક્તિને બોલાવો. જેથી, મેં તેઓને કહ્યું કે હું તેમને ઓળખતો નથી. અમારા વેઇટર ચિરાગ ચાવડાએ જણાવ્યું હતું કે બાજુમાં આવેલ તબેલામાં જઈને પૂછો. તમે બહાર જઈને તપાસ કરો. આરોપીઓએ કહ્યું હતું કે પહેલા એ વ્યક્તિને બોલાવો જેને અમારી સાથે બોલાચાલી કરી છે નહીં તો અમે તમને મારીશું તેઓએ વેઇટર ચિરાગ ચાવડા સાથે ઝપાઝપી શરૂ કરી હતી. હું ચિરાગ ને છોડાવા જતા આરોપીઓએ મને પકડી રાખી કેફેની ખુરશી હાથમાં લઇ મને માથાના ભાગે મારી દીધી હતી અને અન્ય વેઈટરોને પણ માર્યો હતો એ આરોપીએ ફોન કરીને કોઈકને બોલાવ્યા હતા તે દરમિયાન વાદળી કલરનું શર્ટ કરેલો વ્યક્તિ કે કેફેમાં આવી અમારા સ્ટાફને ગાળો બોલવા લાગ્યો હતો અને પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.