Get The App

કનારા નજીકથી કતલખાને લઈ જવતાપશુ ભરેલા ટ્રક સાથે શખ્સ ઝડપાયો

Updated: Feb 20th, 2025

GS TEAM


Google News
Google News
કનારા નજીકથી કતલખાને લઈ જવતાપશુ ભરેલા ટ્રક સાથે શખ્સ ઝડપાયો 1 - image


રાત્રિના અંધકારમાં પશુની હેરાફરી થતી હતી

બાતમીના આધારે ટ્રકને અટકાવતાં તેમાં ક્રૂરતાથી ભરવામાં આવેલાં ૯ પશુ મળી આવ્યા ઃ રાણપુર પોલીસે પશુ, ટ્રક મળી કુલ રૂ.૯.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર: બોટાદ જિલ્લાના રાણપુરના કનારા ગામ મિલેટ્રી ત્રણ રસ્તા પરથી કતલખાને લઇ જવાતા પશુ ભરેલ ટ્રક સાથે રાણપુર પોલીસે એક શખ્સને પશુ,ટ્રક મળી રૂ. ૯.૩૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ચુડા તાલુકાના છત્રીયાળા ખાતે રહેતા લાલજીભાઈ બચુભાઈ મીરને બાતમી મળી હતી કે પશુ ભરેલ ટ્રક રાણપુરના કનારા ગામ મિલટ્રી ત્રણ રસ્તા પરથી પસાર થવાનો છે.જે બાતમીના આધારે પસાર થઈ રહેલા ટ્રક ને શંકાના આધારે અટકાવીને અટકાવી તપાસ કરતા તેમાં પશુ ભરેલા હતા.દરમિયાનમાં રાણપુર પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવી ચાલક અજીત અરજણભાઈ હાડગરડા ( ઉ.વ.૨૫ રહે.માણાવદર ગાયત્રી મંદિર પાછળ,કાપદાર સોસાયટી,તા. માણાવદર જી.જુનાગઢ) ને ટ્રકમાં ઉતરી લીધો હતો.પોલીસ પૂછપરછમાં ટ્રકચાલક અજિત પાસે વાહન ચલાવવાનું લાયસન્સ કે અબોલ પશુની હેરફરે કરવાનો પાસ કે પરમીટ  ન હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે  ટ્રક નં જીજે.૩૧.ટી.૨૧૩૦ ને કબ્જે લઈ , ટુંકા દોરડાથી ટ્રકમાં ક્રતાપુર્વક ઘાંસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર બાંધી રાત્રિના સમયે વધ કરવાના ઇરાદે શંકાસ્પદ હાલતમાં મળી આવેલાં ૯ પશુધન કિંમત રૂા.૧.૭૦ લાખને કતલખાને જતાં બચાવ્યા હતા. ઉપરાંત, પોલીસે ટ્રક કિંમત રૂા.૮ લાખ મળી કુલ  રૂા.૯.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ચાલક વિરૂદ્ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૫૪ની કલમ ૫,૬,૬(૬)(૧), ૬(૬) (૩), ૬(૪), ૮, ૯, ૧૦ તથા ધી પ્રાણી ક્રૂરતા  નેવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એફ), (એચ) તથા એમ.વી.એકટ ક.૬૬(૧), ૧૯૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :