વડોદરામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, બે આરોપી વોન્ટેડ જાહેર : રૂ.6.67 લાખનો મુદ્દામાલ કબજે
image : Freepik
Vadodara Liquor Crime : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી શેષ નારાયણ સોસાયટીની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાંથી બાપોદ પોલીસે 57 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વિદેશી દારૂ મોબાઈલ અને પીકઅપ ગાડી મળી રૂ.6.67 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે 23 સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ફરતા-ફરતા આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવી હતી. ત્યારે સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે દર્શન મારવાડી (રહે-પીળા વુડાના મકાન, ખોડીયારનગર રોડ) એ રઘુકુલ સ્કુલની પાસે આવેલા શેષનારાયણ સોસાયટીની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં પોતાની પીક-અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઉભો છે. જે બાતમી આધારે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી ત્યારે દર્શન કિશનભાઈ મારવાડી ઝડપાઈ ગયો હતો. જેથી તેને સાથે રાખીને પીકઅપ ગાડીમાં તપાસ કરતા 57,000 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ પીકપ ગાડી એક મોબાઇલ મળી 5.67 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે દર્શન માળીની દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો? ઉપરાંત કોને ત્યાં આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા દારૂનો જથ્થો શંકરભાઈ (રહે હરીયાણા) નો છે. આ ઇસમે બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને જીગ્નેશ માળી (રહે, પીળા વુડાના મકાન ખોડીયારનગર રોડ) લેવા આવાનો હતો તેમ જણાવ્યું હતું. જેથી બાપોદ પોલીસે દારૂ મોકલનાર શંકર તથા મંગાવનાર જીગ્નેશ માળીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.