જામનગર નજીક દરિયામાં ગેરકાયદે માછીમારી કરતો શખ્સ ઝડપાયો : કોસ્ટલ સિક્યુરિટીની કડક કાર્યવાહી
Jamnagar : જામનગર જિલ્લામાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમનો ભંગ કરીને ગેરકાયદે માછીમારી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત જામનગર શહેર વિભાગની પોલીસે બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક બોટને ઝડપી પાડી હતી. આ બોટ ટોકન વગર ગેરકાયદે માછીમારી કરતી હતી. બોટના ટંડેલ મહમદઅવેશ કાસમભાઇ ચાવડા વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિ.એસ.પોપટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ ડ્રાઇવ ગુજરાત રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં ગેરકાયદે માછીમારીને રોકવા અને કોસ્ટલ સિક્યુરિટી વધારવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકોની સૂચના મુજબ જામનગર જિલ્લામાં આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.