બોટાદમાં બિલની ઉઘરાણી કરી રહેલા વીજ કર્મચારી પર શખ્સે કરેલો હુમલો
- બોટાદ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઇ
- વીજ મીટર ઉતારવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઇ માર મારી ધમકી આપી
બોટાદ : બોટાદ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ અને મહિલા કર્મચારી સાથે બોટાદ ખાતે વીજ બિલની ઉઘરાણી માટે હતા હતા તે દરમિયાન એક શખ્સે બંને વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનવની જાણવા મળતી વિગત મુજબ બોટાદ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ડુમાણીયા તા.૨૭ ડિસેમ્બર ૨૦૨૪ સવારે સાડા આઠેક વાગ્યે નિયમાનુસાર બોટાદ સીટી વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં બાકી રકમની ઉઘરાણી તથા લાઇન કામ કરવાની હોય જેથી સહ કર્મચારી જુનિયર આસીસસ્ટન્ટ સંધ્યાબેન ઘનશ્યામભાઇ ચૌહાણ( રહે.બોટાદ ) સાથે બોટાદ સીટી વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ઉઘરાણી કરી બપોર ના આશરે એકાદ વાગ્યે બોટાદ ગઢડા રોડ, રાધેકૃષ્ણ-૦૩, જે.ડી. ના વંડા પાસે રહેતા પી.જી.વી.સી.એલના બાકી નાણાના ગ્રાહક રેલીયા રંજનબેન પ્રવિણભાઇના મીટર પાસે જઈ તપાસ કરતા એક ભાઇ પાસે આવી થોડી વાત-ચીત કરી જણાવેલ કે, આ રેલીયા રંજનબેન પ્રવિણભાઇ તમારે શું થાય ? તો સામાવાળા ભાઇએ જણાવેલ કે તે મારા મમ્મી છે. અને મારું નામ અશ્વિનભાઇ રેલીયા છે.તમારે જે કામ હોય તે બોલો, જેથી ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ એ જણાવેલ કે, તમારા મમ્મીના નામનું પી.જી.વી.સી.એલ. નું લાઈટબીલ કી.રૂ.૧૦,૭૭૦ બાકી છે. તો તમારે ભરવાનું છે. અને તમે નહી ભરો તો મીટર ઉતારવાનું છે, જેથી અશ્વિને જણાવેલ કે અત્યારે અમારી પારો પૈસા નથી જેથી અત્યારે ભરશુ નહી જેથી વિંજ કંપનીના અધિકારીઓએ કાયદેસરની ફરજ મુજબ મીટર ઉતારી લીધેલ હતું. અને ત્યાંથી નિકળતા હતા તે દરમ્યાન અશ્વિન રેલીયા એકદમ ઉશ્કેરાઇ ગાળો દેવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતાં વધું ઉશ્કેરાઇ જઇ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પ્રવિણભાઇ ની પાછળ થી આવી શર્ટનો કોલર પકડીપછાડી દીધા હતા. અને માર મર્યો હતો. અને કહેવા લાગેલ કે તારી નોકરી પાંચ કલાકની જ છે. પછી હું તને જોઈ લઈશ તને જીવતો રેવા દેવાનો નથી તારે જે થાય તે કરી લેજે તેમ કહી સંધ્યાબેન વચ્ચે પડતા તેમને પણ આ અશ્વિનએ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પ્રવિણભાઇએ બોટાદ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.