Get The App

વડોદરામાં ફ્લીપકાર્ટની ઓફિસમાંથી મોબાઇલની ચોરી કરનાર ઝડપાયો : છ મોબાઈલ કબજે

Updated: Jan 30th, 2025


Google News
Google News
વડોદરામાં ફ્લીપકાર્ટની ઓફિસમાંથી મોબાઇલની ચોરી કરનાર ઝડપાયો  : છ મોબાઈલ કબજે 1 - image


Vadodara Mobile Theft : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ફ્લીપકાર્ટની ઓફીસમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 6 મોબાઈલ મળી રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  અલકાપુરી ખાતે આવેલી ફ્લીપકાર્ટ કંપનીની પાર્સલ ઓફીસમાંથી અલગ અલગ કંપનીના આઠ મોબાઇલ ફોનની ઓફીસમાં કામ કરતા કોઇ માણસે ચોરી કરી લઇ ગયેલ હતો. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય દરમ્યાન સ્ટાફના માણસોએ પોતાના હ્યુમન ઇન્ટેલીજંસ તથા ટેકનીકલ સોર્સના આધારે મોબાઇલની ચોરી કરનાર સંતોષ જ્ઞાનેશ્વર ચિત્તે ( રહે-મ.નં-311, ભરતનગર, ચિત્રકુટ સોસાયટીની સામે, બાપુની દરગાહ પાસે, ગોરવા વડોદરા શહેર) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે સધન પુછપરછ  કરતા કરાવતા સદર તેને ગુનાની કબુલાત કરતા કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાયદેશરની કાર્યવાહી 6 મોબાઈલ રૂ.80 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :
VadodaraMobile-TheftVadodara-PoliceCrimeFlipkart

Google News
Google News