સથરા પાસે ઓઇલ પ્લોટમાંથી ચોરી કરનાર શખ્સની ધરપકડ
ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસેથી ઉઠાવી લેવાયો
લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલઈડી ટીવી, સ્પીકર સેટ, કોમ્પ્યુટર, મોનિટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, રામ સરોવરથી ભારાપરા જવાના રસ્તે સ્મશાન પાસે કાળા કલરનું પેન્ટ તથા સફેદ-બ્લુ કલરનું ટીશર્ટ પહેરેલ એક માણસ શંકાસ્પદ પ્લાસ્ટીકની થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઇને ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો કરી વિશાલ ઉર્ફે વિશલો જેન્તીભાઇ મકવાણા ઉ.વ.૨૩ (રહે.ભારાપરાતા.તળાજા જી.ભાવનગર) એલઈડી ટીવી,સ્પીકર સેટ કોમ્પુટર મોનીટર મળી કુલ રૂ .૬,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતો.વિશાલ ઉર્ફે વિશલો પૂછપરછ કરતાં આજથી બે દિવસ પહેલા આ ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ સથરા જવાના રસ્તે એક ઓઇલ પ્લોટમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.આ અંગે તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે અલંગ મરીન પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો હતો.