'માંડવી બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો..' ખુલ્લેઆમ દારૂ લોની બૂમો પાડતો શખ્સ ઝડપાયો
Mandvi Beach: માંડવી પોલીસની કાયદા વ્યવસ્થાપર કેટલી પકડ છે તે તાજેતરમાં જ બુટલેગરોએ પોલીસ મથક પર ધોકાવાળી કરીને પોલીસને જખમી કર્યા તેના પરથી સાબિત થયું હતું. આ દરમિયાન માંડવીના રમણિય બીચ પર એક્ટિવા સ્કૂટર પાસે ઊભા રહીને દારૂ-બિયરની બોટલો મૂકી બૂમો પાડીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતાં હતા. બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો, શું કર્યું.. આવો આવો દારૂ લઈ લો, શાકભાજીની જેમ દારૂ વેચતાં યુવકનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થતાં ભારે સનસાટી મચી જવા પામી હતી. પોલીસને ખુલ્લો પડકાર અને કાયદો વ્યવસ્થાના ધજીયા ઉડાડતાં આ વીડિયો થકી પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ટીમ બનાવીને માંડવીમાં રહેતા મોહનીશ મહેન્દ્ર ઉદાશી નામના બુટલેગરને ઝડપી પાડયો હતો.
માંડવીના રમણિય બીચ પ્રવાસન સ્થળ ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણા વર્માની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. પરંતુ પણ અહીં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઈ છે. માંડવી અને આસપાસના ગામોમાં કાયદો વ્યવસ્થાને ગુનેગારો ઘોળીને પી ગયા હોય તેમ પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. તાજેતરમાં માંડવી પોલીસ મથકમાં ઘાતક હથિયારો સાથે આવીને કુખ્યાત ગુનેગારો દ્વારા હુમલો કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ કરતાં યુવકનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ દરમિયાન કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થતાં પશ્ચિમ કચ્છ પોલીસ હરક્તમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો: BZ કૌભાંડ : રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ