વડોદરાની ભયાનક ઘટના, કારચાલકે સિગ્નલ તોડી પોલીસ જવાનને ફંગોળ્યો
Accident Incident : વડોદરા શહેરમાં સોમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં એક કારચાલકે સિગ્નલ તોડતાં સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસે કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કારચાલકે ટ્રાફિક પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને સ્પીડમાં કાર દોડાવીને ભાગી ગયો હતો. આ પછી પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો: વડોદરામાં સોમા તળાવ પાસે ડમ્પર ફરી વળતા ટ્રાફિક પોલીસના સગીર પુત્રનું મોત
મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં સોમા તળાવ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કારચાલક અર્પિત પટેલ નામના શખસને તેના ઘરેથી ઝડપી લીધો હતો. અર્પિત વ્યવસાયે ખેડૂત છે. કાર ચલાવતી વખતે અર્પિતે નશો કર્યો હતો કે નહીં તેને લઈને સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.