Get The App

વિલાયતી દારૂના ગુનામાં નાસતો-ફરતો શખ્સ ઝબ્બે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
વિલાયતી દારૂના ગુનામાં નાસતો-ફરતો શખ્સ ઝબ્બે 1 - image


ઘોઘાજકાતનાકાના શખ્સ સામે ગુનો નોંધાયો હતો

લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેવરાજનગર પાસેથી ઉઠાવી લીધો

ભાવનગર: ભાવનગર, ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં ફરાર શખ્સને  લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના  નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં જયપાલસિંહ મહિપતસિંહ ગોહિલ (રહે.ઘોઘા જકાતનાકા, પેટ્રોલ પંપ પાછળ, ભાવનગરવા) હાલ ભાવનગર, દેવરાજનગર, નંદકુંવરબા કોલેજ પાસે રોડ ઉપર ઉભો છે. જે બાતમી આધારે દરોડો કરી ફરાર જયપાલસિંહ મહિપતસિંહ ગોહિલને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.


Google NewsGoogle News