વઢવાણ 80 ફૂટ રોડ પર મહિલાઓની પજવણી કરતો શખ્સ ઝડપાયો
- સંત સવૈયાનાથ સર્કલ પાસેની ઘટના
- અપશબ્દો શબ્દો બોલી ચેનચાળા કરતા શખ્સને ઝડપી પોલીસે કાર્યવાહી હાથધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં મહિલાઓ અને યુવતિઓ સાથે છેડતીના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ સંત સવૈયાનાથ સર્કલ નજીક કોમ્પલેક્ષમાં એક શખ્સ દ્વારા કોમ્પલેક્ષમાં આવતી યુવતિઓને હેરાન પરેશાન કરી બિભત્સ શબ્દો બોલી ચેનચાળા કરનાર એક શખ્સ સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
શહેરના બી-ડિવીઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બપોરના સમયે ૮૦ ફૂટ રોડ પર આવેલી એક રોસ્ટોરન્ટ પાસે પીસીઆર વાન ઉભી હતી. તે દરમિયાન રસ્તા પર ચાલીને જતી યુવતિઓ અને મહિલાઓ સામે સંત સવૈયાનાથ સર્કલ પાસે આવેલા મારવેલ કોમ્પલેક્ષના કંમ્પાઉન્ડમાં ઉભેલ એક શખ્સ ખરાબ નજરથી જોતો હતો. તેમજ શખ્સ શોભે નહીંં તેવું વર્તન કરી અપશબ્દો શબ્દો બોલી જાહેરમાં યુવતીના અને મહિલાઓના ચેનચાળા કરતો હોવાનું માલુમ પડતા પોલીસે તેને ઉભો રાખી પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન પોતાનું નામ દલ આઈથે ભંડારી (ઉ.વ.૩૫, રહે.૮૦ ફૂટ રોડ, વઢવાણ) હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે પીસીઆર વાનમાં બેસાડી પોલીસ મથકે લાવી ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથધરી હતી.