Get The App

દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 61 લાખ પડાવનારો શખ્સ ઝડપાયો

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી 61 લાખ પડાવનારો શખ્સ ઝડપાયો 1 - image


- મહુધાના મહિસા ગામે રહેતા 

- જયપુરના બેંક ખાતા ધારકની અટકાયત કરી પોલીસે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી

નડિયાદ : મહુધાના મહિસા ગામે રહેતા દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.૬૧ લાખ પડાવી લેવાના કેસમાં પોલીસે રાજસ્થાનના જયપુરના બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડી પુછપરછ કરતા તે ઠગાઈમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

મહિસા ગામે રહેતા દંપતી વિણાબેન અને મધુસૂદનભાઈ પટેલને તા.૯ નવેમ્બરે એક શખ્સે ફોન કરી પોતે વિનોદ શર્મા ડીએચએલ કુરિયર સર્વિસ બોમ્બેની ઓળખ આપી, તમારા નામે આવેલા કુરિયરમાં ૪૦૦ ગ્રામ એમડીએમએ ડ્રગ્સ હોવાનું જણાવી પોલીસને જાણ કરવાની ધમકી આપી હતી. ત્યારે દંપતીએ શખ્સને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. બાદમાં તા.૧૩ નવેમ્બરે દંપતીને અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ કરી, પ્રકાશ અગ્રવાલ અને રાજેશ પ્રધાન સીબીઆઈ ઓફિસર મુંબઈની ઓળખ આપી તેમને એરેસ્ટ કરવાનું, સીબીઆઈ અને સુપ્રિમ કોર્ટનો ડર તેમજ વિદેશમાં રહેતા સંતાનો બાબતે ડર બતાવી કુલ રૂ.૬૧ લાખ પડાવી લીધા હતા. આ મામલે  પોલીસ ફરિયાદ નોંધાવતા, જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા, તે એકાઉન્ટધારકની પોલીસે અટકાયત કરી પુછપરછ કરતા તે જફરૂદ્દીન માહીગીરી (ઉં.વ.૨૬, રહે. જયપુર, રાજસ્થાન) હોવાનું અને ફ્રોડમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.  


Google NewsGoogle News