અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના નામે પ્રોસેસ ફી લઇ ઠગાઇ કરનાર પકડાયો
વડોદરાઃ અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના નામે એક યુવક પાસે રૃપિયા પડાવી લેનાર એજન્ટ સામે ફરિયાદ થતાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છાણી પોલીસને જાણ કરી છે.
દશરથ ખાતે રહેતા સૌમિલભાઇ પટેલે યુએસ માં સ્ટુડન્ટ વિઝાનું કામ કરતા ભાવિન હરેશકુમાર પરીખ(મેઘાનગર,વાઘોડિયા રોડ)નો સ્ટુડન્ટ વિઝા માટે સંપર્ક કરતાં તેણે પ્રોસેસ ફી પેટે રૃ.દોઢ લાખ અને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.
વિઝા ફી ની પ્રોસેસ બાબતે યુવકને સંતોષકારક જવાબો નહિ મળતાં તેને શંકા ગઇ હતી અને તપાસ કરતાં એજન્ટે વિઝાની પ્રોસેસ કરી જ નહતી.જેથી તેણે રૃપિયા તેમજ ડોક્યુમેન્ટ પરત માંગ્યા હતા.જે પૈકી એજન્ટે ડોક્યુમેન્ટ આપી દીધા હતા.પરંતુ રૃપિયા નહિ મળતાં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી ભાવિન પરીખને ઝડપી પાડી છાણી પોલીસને સોંપવા તજવીજ કરી છે.