મેઘપર-બો.માં ઘરમાં ઘુસી વૃદ્ધાને માર મારી 1.15 લાખની લૂંટ કરનાર શખ્સ ઝડપાયો
મિત્રે જ પોતાના મિત્રની માતાને નિશાન બનાવ્યો
ક્રાઇમ પેટ્રોલ જોઈ મોટો હાથ મારવા જતા પોતાની સ્ત્રી બોડી લેન્ગવેજ પરથી પકડાઈ ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર અંજારનાં મેઘપર બોરીચીમાં સંસ્કારનગર મકાન નં. ૩૧૦માં રહેતા ૫૧ વષય મંજુલાબેન ચંદુભાઈ પટેલનાં ઘરમાં ગત ૩૦ ડિસેમ્બરનાં સાંજે પાંચ વાગ્યાનાં અરશામાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી પોતાના ઘરમાં એકલા હતા ત્યારે ીના વેશમાં આવેલા અજાણ્યો ઈસમ ફરિયાદીનાં ઘરમાં ઘુસી આવ્યો હતો અને ફરિયાદી કંઈ સમજે તે પહેલાં જ તેમની આંખમાં મરચા પાવડર નાખી માર કુટ કરવા લાગ્યો હતો અને ફરિયાદીની ગળામાં પહેરેલી ૮૦ હજાર કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. તેમજ મહિલાને મોઢાના ભાગે રૂમાલથી બાંધી ફરિયાદીને ડાબા હાથની આંગળીમાં છરી મારી ઈજાઓ પહોંચાડી હતી અને ફરિયાદી પાસે રાખેલા રોકડા રૂપિયા ૩૫ હજાર પણ લૂંટ કરી અજાણ્યો ઈસમ ઘરમાંથી નાસી ગયો હતો.જેથી વૃદ્ધાએ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં ગુનાની ગંભીરતાને જોઈ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા એસ. આઈ. ટી ટીમની રચના કરી અંજાર - આદિપુર વિસ્તારમાં લાગેલા અલગ અલગ કુલ ૧૯૮ સી.સી.ટી.વી કેમેરા ચેક કરી તેમાંથી ૯૦૦ જી.બી જેટલો ડેટા લઇ તેનુ એનાલીસીસ કરી અંજારનાં જ મેઘપર બોરીચી વિસ્તારમાં આસપાસનાં વિસ્તારોમાં તપાસ કરતા લૂંટ કરનાર આરોપી મૂળ નખત્રાણાનાં સાંયરા હાલે અંજારનાં મેઘપર બોરીચીમાં રહેતો ૨૭ વર્ષીય હર્ષ ભરતભાઈ પટેલ (હળપાણી)ની પોલીસે ઓળખ કરી લીધી હતી.જેમાં પૂર્વ કચ્છ પોલીસે આરોપીની તપાસ કરતા બાતમી મળી હતી કે, આરોપી હર્ષ અમદાવાદથી ટ્રેનમાં ગાંધીધામ આવી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેને ગાંધીધામ રેલવે સ્ટેશનનાં પાકગમાંથી ઝડપી પાડયો લીધો હતો. જેમાં પોલીસે તેની પૂછપરછ કરતા આરોપીએ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી અને લૂંટ કરેલી સોનાની ચેઇન પર ગાંધીધામની ફેડબેંકમાં ગીરવે મૂકી તેના પર ૫૫ હજાર રૂપિયા ગોલ્ડ લોન લીધી હોવાનું જણાવ્યુ હતુ તેમજ લૂંટનાં બનાવ સમય પહેરેલા લેડીસ કુર્તો અને દુપટ્ટો સાંઈ રેસીડેન્સી પાછળ બાવળોની ઝાડીમાં ફેંકી દીધો હતો. જેથી પોલીસે બાવળોની ઝાડીમાં ફેકેલો લેડીસનો કુર્તો અને દુપટ્ટો શોધી કાઢી કબ્જે કર્યો હતો.
લૂંટ કરનાર હર્ષનાં ફરિયાદી વૃદ્ધાનાં પરિવાર સાથે સારા સબંધ
લૂંટ કરનાર આરોપી હર્ષ પટેલનાં ફરિયાદી વૃદ્ધાનાં દિકરાનો મિત્ર હતો. જેથી આરોપી અવાર નવાર ફરિયાદી મંજુલાબેન પટેલનાં ઘરે આવતો જતો હતો અને તેમના પરિવારની આથક પરિસ્થિતિ રૂપિયાની લેવડ દેવડથી વાકેફ હતો. જેથી આરોપીએ ક્રાઇમ પેટ્રોલ જોઈ મોટો હાથ મારવા લૂંટનાં ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં પોતાના મિત્રની જ માતાનું ઘરમાં એકલતાનું લાભ લઇ ઘરમાં સોના - ચાંદીનાં દાગીના ચોરી કરવાનું પ્લાન બનાવ્યો હતો. આરોપીએ ચોરી કરવા પોતાની ઓળખ છુપાવવા માટે ગાંધીધામનાં ડી - માર્ટ માંથી લેડીસ કુર્તો અને દુપટ્ટો તેમજ મરચા પાવડર ખરીદયા હતા અને વૃદ્ધાનાં ઘરે જતા પહેલા તેમના ઘરથી નજીકનાં અંતરે આવેલા ખેતરમાં લેડીસ કુર્તો પેરી અને ઉપટ્ટો પોતાના મોઢા પર બાંધી લીધો હતો અને ફરિયાદીનાં ઘરમાં જઈ લૂંટને અંજામ આપી પરત અમદાવાદ જતો રહ્યો હતો.
સી.સી.ટી. વી તપાસનાં સ્ત્રી બોડી લેન્ગવેજથી પોલીસે આરોપીને ઝડપી પાડયો
પૂર્વ કચ્છ પોલીસે વિસ્તારનાં જુદા-જુદા સી.સી.ટી.વી કેમેરા તપાસી તેના ફૂટેજ લઇ અને ભોગ બનનારનાં વિસ્તારમાં આસપાસ તપાસ કરતા પોલીસને મોટી લીડ મળી હતી. જેમાં પોલીસને અંગત બાતમીદારો પાસેથી સચોટ માહિતી મળી હતી કે, ી બોડી લેન્ગવેજ ધરાવતો એક યુવક મંજુલાબેનનાં દિકરાનું હર્ષ નામનું મિત્ર છે અને તે મેઘપર બોરીચીમાં જ્યોત સોસાયટીમાં રહે છે. જેથી પોલીસે તપાસ કરતા હર્ષ લૂંટના બનાવ બાદ ગાયબ હોવાનું સામે આવતા તેના પર શક ગયો હતો અને પોલીસે તપાસ કરી તેને ઝડપી પાડયો હતો અને તેણે લૂંટ કર્યાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતુ.
લૂંટ કરનાર ૨૭ હર્ષ પોતાના પરિવારને ઘરખર્ચનાં રૂપિયા ન આપતો હોવાથી
કોમર્સ ગ્રેજ્યુએટ હર્ષ અપરણિત હતો અને તેમના પિતા અગાઉ બેનસામાં કામ કરતા હતા હાલે નિવૃત છે. પરિવારમાં આરોપી ઘરખર્ચ માટે રૂપિયા ન આપતાં સંપૂર્ણ પરિવાર તેના ભાઈ પર નિર્ભર હતો. જેથી પરિવારને રૂપિયા આપવા અને તેમનું મોઢું બંધ કરવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી હર્ષ અગાઉ ગાંધીધામની એક બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો જે બાદ સાતેક મહિના પહેલા અમદાવાદ સીફ્ટ થયો હતો. જ્યાં તે ઓનલાઇન શોપિંગ કંપનીમાં કામ કરતો જેમાં પોતાનો પગાર પોતે વાપરી નાખતા અવાર નવાર તેને પરિવારનાં સભ્યો ઘરખર્ચ આપવા અંગે ઠપકો આપતાં હતા. જેથી ક્રાઇમ પેટ્રોલ જોઈ રૂપિયા કમાવવા માટે મોટો હાથ મારવા પોતાના મિત્રની જ માતાને નિશાન બનાવ્યો હતો. જેમાં લેડીસનો ભેસ પહેરી લૂંટને અંજામ આપી લૂંટ કરેલી સોનાની ચેઇન ગાંધીધામની બેંકમાં ગીરવે રાખી તેના પર ૫૫ હજારની ગોલ્ડ લોન લઇ પરત બીજા દિવસે અમદાવાદ જતો રહ્યો હતો.