પાટણના હારીજમાં મામલતદારની ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી
Mamlatdar Commits Suicide: પાટણના હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી પડતું મુકી આપઘાત કર્યો હતો. જો કે, વી.ઓ. પટેલે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલ રવિવારે સવારે કચેરીમાં આવી ચોકિયાત પાસે કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર નીચે પડતું મૂક્યું હતુ. આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે.