Get The App

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો

Updated: Mar 31st, 2025


Google News
Google News
વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો 1 - image


Vadodara News : દેશભરમાં આજે સોમવાર (31 માર્ચ, 2025) ના રોજ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ઈદ પર્વ પર ગુજરાતના વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલમાં મોટી સંખ્યામાં બાળકો પ્રવેશી ધમાચકડી મચાવતા હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે મોલ મેનેજરને એક કલાક માટે મોલ બંધ રાખવાની ફરજ પડી હતી. મોલમાં ઘણાં-બધાં દોડા-દોડી સહિતની પ્રવૃત્તિ કરતાં હોવાના વીડિયો સામે આવ્યા છે. 

મોલમાં બાળકો ઉમટ્યાં

વડોદરામાં આજે સોમવારે ઈદ પર્વ નિમિત્તે શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલમાં મોટી સંખ્યામાં બાળકી આવીને ધમાચકડી કરતાં હોવાની એક કલાક માટે મોલ બંધ રાખવાની નોબત આવી હતી. જો કે, અચાનક મોલ બંધ કરાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 

આ પણ વાંચો: VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત

જ્યારે મોલ મેનેજરે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, 'ઈદ હોય મોટી સંખ્યામાં ટોળા સાથે બાળકો મોલમાં પ્રવેશી મોલમાં દોડાદોડી કરી ધમાચકડી મચાવી હતી. એસ્કેલેટર ઉપર પણ દોડાદોડી કરવા સાથે રેલિંગ ઉપર લટકી રહ્યા હતા. આ બાળકોની સાચવણી માટે સાથે જવાબદાર વ્યક્તિ અથવા માતા-પિતા હતા નહી. બાળકોને કંટ્રોલ ન કરી શકતા કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે એક કલાક માટે મોલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ  રાબેતા મુજબ મોલ શરૂ કર્યો હતો.'

Tags :