Get The App

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ શોધતા મોટા ફોલ્ટ મળ્યા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
વડોદરાના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ શોધતા મોટા ફોલ્ટ મળ્યા 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આશરે 15 સોસાયટીઓમાં પીવાના ગંદા પાણીની સમસ્યાથી લોકોમાં આક્રોશ જોવા મળતા કોર્પોરેશન દ્વારા ગંદા પાણી નો ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 10 ટુકડીઓને ત્રણ દિવસની કામગીરી બાદ ચાર મોટા ફોલ્ટ મળી આવ્યા હતા. આ ફોલ્ટ રિપેર કરવાના લીધે દૂષિત પાણીનો પ્રશ્ન હળવો થશે તેમ જણાઈ રહ્યું છે. યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં સૌપ્રથમ લક્ષ્મીનગર ની એન્ટ્રી પાસે  300 મીમી ડાયા મીટરની મુખ્ય લાઈન પર ફોલ્ટ મળેલ હતો જેમાં ડ્રેનેજ લાઇનમાં પણ ભંગાણ હતું, આને લીધે પાણી દૂષિત આવતું હતું. પારસમણિ કોમ્પલેક્ષ  તરફ જતી 150 મીમી ડાયામીટરની લાઈનમાં ભંગાણ મળી આવ્યું હતું. આ ઉપરાંત કામગીરી દરમિયાન રુદ્રાક્ષ સોસાયટી પાસે પાણીની લાઈન અને વરસાદી ગટર નું ક્રોસિંગ પકડાયું હતું. આ ઉપરાંત 15 જેટલા ગેર કાયદે ફ્લેક્સીબલ કનેકશન સીલ કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News