Get The App

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા

Updated: Mar 15th, 2025


Google News
Google News
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા 1 - image


Bhavnagar Medical College Raging: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 8 સિનિયર ડોક્ટરોએ 3 જૂનિયર ડોક્ટરોનું રેગિંગ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે બે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી હતી.

3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી માર માર્યો

રેગિંગ મામલે પોલીસે ડો. મિલન કાક્લોતર, પિયુષ ચૌહાણ, નરેન ચૌધરી, મન પટેલ, અભિરાજ પરમાર, બલભદ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ,હાર્દિક ધામેચા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસમાં 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી માર માર્યો હતો. 

આ પણ વાંચો: સુરત બન્યું ક્રાઇમ શહેર: ધૂળેટીના દિવસે અસામાજિક તત્ત્વોનો આતંક, 4-5 લોકો પર ચપ્પા વડે હુમલો


રેગિંગમાં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ 

ભાવનગર મેડિકલ કોલેજમાં ત્રણ સ્નાતકના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યા બાદ, ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ રેગિંગમાં સંડોવાયેલા અન્ય ચાર મેડિકલ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા 2 - image

Tags :
BhavnagarMedical-College-Ragingragging

Google News
Google News