છૂટાછેડાના કેસમાં કમાણી નથી એવું બહાનું નહીં ચાલે, પત્નીને ભથ્થું આપવું પડશેઃ ગુજરાત હાઈકોર્ટ
Gujarat High court Order On Maintenance wife's Right: ગુજરાત હાઈકોર્ટે ભરણ-પોષણ સંબંધિત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, પતિ પોતાની પત્નિને કોઈપણ સ્થિતિમાં ભરણ-પોષણ આપશે. જો પતિ શારિરિક અને માનસિક રૂપે સ્વસ્થ છે, તો તેણે પોતાના પત્નિને ભરણ-પોષણ આપવુ જ પડશે. તમે કોઈપણ મહિલાને ભરણ-પોષણથી વંચિત રાખી શકો નહીં. ઓછી આવક તથા પરિવારના અન્ય લોકોના ખર્ચાઓ જેવા બહાના ચાલશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો એક પરિણીત મહિલાના ભરણ-પોષણના અધિકાર પર નિર્ણય રજૂ કરતાં આપ્યો છે કે, જો પતિ સ્વસ્થ અને સક્ષમ છે, તો અન્ય પરિવારના સભ્યોના ભરણ-પોષણ તથા મેડિકલ ખર્ચની ચૂકવણી જેવા પાયાવિહોણા બહાનાઓ ચાલશે નહીં. કારણકે, સીઆરપીસીની કલમ 125 અંતર્ગત જ્યાં સુધી પત્નિ અયોગ્ય ન હોય ત્યાં સુધી પત્નિને ભરણ-પોષણનો સંપૂર્ણ અધિકાર છે.
કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ
જસ્ટિસ ડી.એ. જોષીએ ભાવનગર ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે, જેમાં તેની પત્નિને રૂ. 10000 પ્રતિ માસ ભરણ-પોષણ હેઠળ ભથ્થુ આપવા આદેશ આપવામાં આવ્યો હતો. જે 2009થી તેનાથી જુદી રહે છે. પતિએ દાવો કર્યો છે કે, તેની પત્નિના ત્યાગના લીધે તે ભરણ-પોષણ મેળવવા યોગ્ય નથી. તેની ઓછી આવક, પરિવારના અન્ય સભ્યોની જવાબદારી અને તેમના મેડિકલ ખર્ચની ચૂકવણીનો હવાલો આપ્યો હતો.
ભરણ-પોષણ આપવો જરૂરી
મહિલાઓએ ભરણ-પોષણના અધિકારને યોગ્ય ઠેરવતાં હાઈકોર્ટે કહ્યું કે, એકવખત તે પોતાનું સાસરિયુ છોડી દે છે, તો તે અનેક સુખ-સુવિધાઓથી વંચિત થઈ જાય છે. જીવનમાં તેનો વિશ્વાસ તૂટી જાય છે. તે વિચારે છે કે, તેને દુર્ભાગ્ય મળ્યુ છે. એકમાત્ર રાહત જે કાયદો પ્રદાન કરી શકે છે, એક માત્ર ભરણ-પોષણ જ છે કે, તે આર્થિક રૂપે મદદ કરી શકે છે. તદુપરાંત કોર્ટે કહ્યું કે, જો મહિલા પોતાના સાસરિયામાં રહે કે ના રહે, તેને ભરણ પોષણ આપવુ જ પડશે.