Get The App

ભરણપોષણ એ મૂળભુત અધિકાર તથા જીવન ટકાવી રાખવાનો અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ

ડાયમંડ વ્યવસાયી પતિને પત્ની-સંતાનોને માસિક કુલ રૃ.1 લાખ ભરણપોષણ ચુકવવા હુકમઃ હાઇકોર્ટના હુકમને પતિએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ભરણપોષણ એ મૂળભુત અધિકાર તથા જીવન ટકાવી રાખવાનો અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ 1 - image


સુરત

ડાયમંડ વ્યવસાયી પતિને પત્ની-સંતાનોને માસિક કુલ રૃ.1 લાખ ભરણપોષણ ચુકવવા હુકમઃ હાઇકોર્ટના હુકમને પતિએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

સુરતના ડાયમંડ વ્યવસાયી પતિએ પોતાની પત્ની તથા સંતાનોને માસિક રૃ.2 લાખ ચુકવવા ગુજરાત હાઈકોર્ટે કરેલા હુકમની કાયદેસરતાને પડકારતી અપીલને સુપ્રિમ કોર્ટના જસ્ટીશ સુર્યકાંત તથા જસ્ટીસ ઉજ્જવલ ભુયાનની ડીવીઝન બેન્ચે અંશતઃ ફેરફાર કરીને પત્નીને માસિક રૃ.50 હજાર થતા બંને સંતાનોને રૃ.25 હજાર મળીને કુલ 1 લાખ ચડત ભરણ પોષણ હાઈકોર્ટના  હુકમની તારીખથી ચુકવવા નિર્દેશ આપ્યો છે.જો પતિ ભરણ પોષણ ચુકવવા નિષ્ફળ જાય તો  સુરત ફેમીલી કોર્ટે ચડત ભરણપોષણ વસુલ અપાવવા જરૃર જણાય તો પતિની સ્થાવર મિલકતોની હરાજી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવા નિર્દશ આપ્યો છે.

સુરતના ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા પતિ તથા પત્ની વચ્ચે લગ્નજીવનની તકરાર દરમિયાન પત્નીએ પોતાના તથા બે સગીર સંતાનોના ભરણ પોષણ મેળવવા માટે એડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરી મારફતે સુરત ફેમીલી કોર્ટમાં કેસ કર્યો હતો.જેની સુનાવણી બાદ સુરત ફેમીલી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા  કાનુની જોગવાઈને લક્ષમાં લઈ અરજદાર પત્નીને માસિક રૃ.6 હજાર તથા બાળકોને માસિક રૃ.3 હજાર લેખે ભરણ પોષણ ચુકવવા હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને પત્નીએ સીનીયર કાઉન્સેલ રાજન જાધવ મારફતે ભરણપોષણની રકમમાં વધારો કરી ટ્રાયલ કોર્ટના હુકમની કાયદેસરતાને હાઈકોર્ટમાં રીવીઝન અરજી કરીને પડકારી હતી.જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની તાકીદ છતાં  ડાયમંડ કંપનીમાં મેનેજર એવા પતિએ પોતાના આવકના પુરાવા કે  રીટર્ન રજુ કર્યા નહોતા.જેથી અરજદાર પત્ની તરફેની રજુઆતોને માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટે ગઈ તા.12-9-22ના રોજ અરજદાર પત્નીને માસિક રૃ.1 લાખ તથા બંને બાળકોને માસિક રૃ.50 હજાર લેખે કુલ  માસિક રૃ.2 બે  ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો હતો.વધુમાં પતિને છ મહીનામાં સુરત ફેમીલી કોર્ટમાં ચડત ભરણપોષણની રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો હતો.

જેથી ગુજરાત હાઈકોર્ટના ઉપરોક્ત હુકમથી નારાજ થઈને ડાયમંડ વ્યવસાયી પતિએ તેની કાયેદસરતાને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરીને પડકારી હતી.પતિ તરફે પોતાની માસિક આવકને લગતા પુરાવા તથા આઈ.ટી રીટર્ન રજુ કરી જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં પત્નીએ વધારે પડતી આવક દર્શાવી એટલી આવક ધરાવતા નથી.જેથી હાઈકોર્ટના હુકમ મુજબ પોતે પત્નીને ભરણ પોષણ ચુકવી શકે તેવી નાણાંકીય સ્થિતિ ધરાવતા નથી.પત્ની સ્વનિર્ભર હોઈ પોતાની આવક મેળવી શકે તેમ છે.જેથી સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે અપીલકર્તા પતિએ ધંધામાં કેટલાક આવેલી મંદીને લગતા પુરાવાને ધ્યાને લઈને અપીલકર્તા પતિને પત્નીને માસિક રૃ.50 હજાર તથા  બે સંતાનોને માસિક રૃ.25 હજાર લેખે કુલ રૃ.1 લાખ ચડત ભરણ પોષણની રકમ સાથે ત્રણ મહીનામાં ચુકવવા હુકમ કર્યો  છે.જો પતિ તેમાં કસુર કરે તો સુરત ફેમીલી કોટને અપીલકર્ર્તા પતિની સ્થાવર મિલકતોની હરાજી કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.વઘુમાં પત્ની દ્વારા પતિની આવકના પુરાવા રજુ કરીને ભરણપોષણની રકમમાં વધારો કરવાની માંગ પણ કરી શકે છે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે ભરણપોષણ એ જીવન ટકાવી રાખવાનો,ડીગ્નીટી તથા ડીગ્નીફાઈ લાઈફ જીવવાનો હક છે.બીજા અર્થમાં તે મૂળ ભુત અધિકાર છે.


suratcourt

Google NewsGoogle News