For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી ઇરાની ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Updated: Nov 19th, 2018

Article Content Imageઅમદાવાદ, તા. 19 નવેમ્બર 2018 સોમવાર 

અમદાવાદ તથા રાજ્યના અન્ય શહેરોમાં જવેલર્સની દુકાનો તથા શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને દાગીના ખરીદવાનો ઢોંગ કરતો આરોપી ઝડપાયો.

ઈરાની ગેન્ગ વિરુદ્ધ છેતરપિંડીના અનેક બનાવો નોંધાયા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ઈરાની ગેંગના મુખ્ય સૂત્રધાર ઉસે નદી હમજા અલી સૈયદ જાફરીની ધરપકડ કરી હતી. 

તેણે તેના સાગરીતો સાથે મળીને અમદાવાદ, ગાંધીનગર, હળવદ, મહીસાગરના વિરપુર, સુરેન્દ્રનગર, તથા ગ્વાલિયર, ઉદયપુર વગેરે શહેરોની દુકાનોમાંથી દાગીનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી પાંચ વર્ષ અગાઉ કચ્છના ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા.

Gujarat