Get The App

મહિધરપુરાનો દલાલ બે દલાલ પાસેથી વેચવા માટે રૂ.85.24 લાખના હીરા લઈ ગાયબ

વિકાસ તેજાણીએ જે વેપારીઓના નામે હીરા લઈ ચિઠ્ઠી બનાવી હતી તેમણે હીરા ખરીદ્યા નહોતા અને વિકાસે ચિઠ્ઠીમાં તેમની ખોટી સહી કરી હતી

ઓફિસ બંધ કરી ફરાર દલાલ વિકાસ તેજાણી સાથે મૂળ ભાવનગરના દલાલનો સ્વાધ્યાયમાં પરિચય થયો હતો

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
મહિધરપુરાનો દલાલ બે દલાલ પાસેથી વેચવા માટે રૂ.85.24 લાખના હીરા લઈ ગાયબ 1 - image


- વિકાસ તેજાણીએ જે વેપારીઓના નામે હીરા લઈ ચિઠ્ઠી બનાવી હતી તેમણે હીરા ખરીદ્યા નહોતા અને વિકાસે ચિઠ્ઠીમાં તેમની ખોટી સહી કરી હતી

- ઓફિસ બંધ કરી ફરાર દલાલ વિકાસ તેજાણી સાથે મૂળ ભાવનગરના દલાલનો સ્વાધ્યાયમાં પરિચય થયો હતો

સુરત, : સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતો વેડરોડનો દલાલ અન્ય બે દલાલ પાસેથી રૂ.85.24 લાખની કિંમતના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કર્યા વિના ઓફિસ બંધ કરી ફરાર થતા ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર વલભીપુરના માલપરા ગામના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલ પાસે ક્રિષ્ના આર્કેડ એ/1-104 માં રહેતા 31 વર્ષીય નયનભાઈ ઉર્ફે પિન્ટુ પ્રેમજીભાઈ સોનાણી મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામ કરે છે.વર્ષ 2016 માં તે સ્વાધ્યાય કાર્યક્રમમાં જતા હતા ત્યારે તેમની મુલાકાત હીરાદલાલ વિકાસ દેવરાજભાઈ તેજાણી ( રહે.શેરી નં.5, તૃપ્તિ સોસાયટી, વાળીનાથ ચોક પાસે, વેડરોડ, સુરત ) સાથે થઈ હતી.તેઓ અવારનવાર સ્વાધ્યાયમાં મળતા હોય તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.દરમિયાન, એક વર્ષ પહેલા વિકાસ સાથે મુલાકાત થઈ ત્યારે તેણે પંડોળમાં ઓફિસ હોવાનું જણાવી હીરા વેચવા આપવા કહેતા નયનભાઈએ તેની સાથે વેપાર શરૂ કર્યો હતો.ત્યાર બાદ વિકાસે તેની ઓફિસ મહિધરપુરા હીરાબજાર એલ.બી.ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન બિલ્ડીંગમાં શરૂ કરી હતી.

મહિધરપુરાનો દલાલ બે દલાલ પાસેથી વેચવા માટે રૂ.85.24 લાખના હીરા લઈ ગાયબ 2 - image

નયનભાઈએ તેને 14 જુલાઈ થી 7 ઓગષ્ટ 2023 દરમિયાન ત્રણ વેપારી પાસેથી કુલ રૂ.34,72,085 ના હીરા લઈ વેચવા આપ્યા હતા.વિકાસે તે હીરા જે વેપારીને વેચ્યા હતા તેની સહી કરેલી ચિઠ્ઠી પણ આપી હતી.જોકે, તેણે સમયસર પેમેન્ટ નહીં કરી વાયદા કરતા નયનભાઈ તેની ઓફિસે ગયા તો તે બંધ હતી.આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઓફિસ બંધ કરી ચાલ્યો ગયો છે.નયનભાઈએ વિકાસે જે વેપારીઓને હીરા વેચ્યા હતા તેમની પાસે જઈ પેમેન્ટની વાત કરી તો જાણવા મળ્યું હતું કે તેમને વિકાસે હીરા વેચ્યા જ નથી અને ચિઠ્ઠી પર સહી પણ તેમની નથી.વિકાસે નયનભાઈ પાસે હીરા ઉપરાંત હાથ ઉછીના રૂ.2.66 લાખ લઈ કુલ રૂ.37,38,085 અને અન્ય દલાલ કેવીન વિનુભાઈ ભૂંગળીયા ( રહે.23, તપોવન સોસાયટી, વેડરોડ, સુરત ) પાસેથી પણ રૂ.47,86,333 ના હીરા વેચાણ ,માટે લઈ જઈ પેમેન્ટ કર્યું નહોતું.

કુલ રૂ.85,24,418 ની ઠગાઈ અંગે નયનભાઈએ આજરોજ વિકાસ તેજાણી વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે.ઈકો સેલે ઉઠમણું કરી ફરાર વિકાસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News