મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ: રાજકોટ બાર માંથી કોણ કેસ લડશે?
રાજકોટ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર
બુધવારે રાજકોટના ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી મનોજ ફ્લદુએ આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં અમદાવાદના એક ગ્રુપ સામે આરોપ કર્યા હતા અને તેમને જવાબદાર ઠેરવ્યા હતા.
જમીન અને મકન ખાલી કરવામાં રાજકોટ પોલીસ કટકી.કરે છે એવા કેસમાં પોલીસ કમિશ્નરની બદલી થઈ છે ત્યારે આવા પ્રકારના કેસમાં આત્મહત્યાએ બળતામાં ઘી હોમ્યું છે.
રાજકોટના પાટીદાર આગેવાન અને ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા
દરમિયાન, રાજકોટ બાર એસોસિએશન વતી આજે એક બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ફ્લદુના કેસમાં આરોપી વતી રાજકોટ બારમાંથી કોઈપણ વકીલ કેસ લડશે નહિ. આ કેસમાં રાજકોટ પોલીસે કુલ પાંચ વ્યકિત સામે ગુન્હો નોંધ્યો છે જેમાંથી ચાર અમદાવાદના છે.
અહી ઉલ્લેખનીય છે કે મૃતક ફળદુ વકીલ હતા અને રાજકોટ બારના સભ્ય પણ હતા.