Get The App

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 77 આચાર્યો અને શિક્ષકોએ રેંટિયો કાંતીને 77મા મહાત્મા ગાંધી નિર્વાણદિનની ઉજવણી કરી

Updated: Jan 30th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 77 આચાર્યો અને શિક્ષકોએ રેંટિયો કાંતીને 77મા મહાત્મા ગાંધી નિર્વાણદિનની ઉજવણી કરી 1 - image


Vadodara Mahatma Gandhi Nirvana Day : વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ મહાત્મા ગાંધીના નિર્વાણદિન નિમિત્તે પ્રાર્થનાસભાના આયોજન સાથે 77મા નિર્વાણદિને 77 આચાર્યો અને શિક્ષકોએ રેંટિયો કાંતીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ 77 આચાર્યો અને શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પરિવારે વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી.


Tags :