ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, જડબેસલાક પોલીસ બંદોબસ્ત, પાર્કિંગની ખાસ વ્યવસ્થા
Junagadh News : રાજ્યમાં મહાશિવરાત્રી પર્વ પર જૂનાગઢ ખાતે યોજાનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, ત્યારે ભવનાથ તળેટી ખાતે આજે 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાવા જઈ રહેલા શિવરાત્રીના મેળાને લઈને તંત્રએ તૈયારી કરી લીધી છે. જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા AI ટેક્નોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે.
AI ટેક્નોલોજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે
જૂનાગઢમાં ખાતે આજે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રીના મેળામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેકનોલોજીના અપનાવી છે. જેમાં Parkeasy ચેટબોટનો ઉપયોગ કરાયો છે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને નજીકમાં પાર્કિંગની સુવિધા મેળવી શકશે. જેમાં QR કોડ સ્કેન કરતાં, WhatsApp ચેટબોટ ખુલશે અને તેમાં શ્રદ્ધાળુઓએ 'Hi' મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને જવાબમાં પોતાના જે-તે જિલ્લાની પસંદગી કરવા જણાવશે અને તેમાં ક્લિક કરતાં જે-તે જગ્યાએ પાર્કિંગ માટેનું ઓટોમેટિક ગુગલ મેપનું લોકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. જેના થકી શ્રદ્ધાળુઓ આપેલા લોકેશન પર પોતાનું વાહન પાર્કિંગ કરી શકશે. જ્યારે મેળામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ આવવાને છે, ત્યારે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડી જાય તો પરિવારને શોધવા માટે 10 PRO સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: આજે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'AI ટેકનોલોજીના ઉપયોગથી Parkeasy ચેટબોટ કામ કરશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી યાત્રિકો માટે ઈ-પાસ મેળવીને મેળામાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે ઈ બંદોબસ્ત એપ્લિકેશનના માધ્યમથી મેળામાં બંદોબસ્ત માટે આવતા તમામ પોલીસકર્મીઓને એપ્લિકેશનના માધ્યમથી પોતાના કામની ફરજ, જરૂરી જાણકારી સહિત તેમની હાજરી પણ તેમાંથી પૂરવામાં આવશે.'