Get The App

મહારાષ્ટ્રના કિશોરની ઘૂંટણની ઢાંકણીની નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના કિશોરની ઘૂંટણની ઢાંકણીની નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી 1 - image


- દોઢ થી બે લાખ રૃપિયાની સર્જરી સિવિલમાં વિનામૂલ્યે થઇ કિશોરના પિતાનું સ્પાઇનનું ઓપરેશન ૧૫ દિવસ પછી થશે

સુરત,:

મહારાષ્ટ્રથી સુરત નવી સિવિલમાં સારવાર માટે આવેલા ૧૪ વર્ષના કિશોરના જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું ઓથો.નો ડોકટરોએ જટિલ સર્જરી કરી હતી.

મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામે રહેતા ૪૮ વર્ષના જ્ઞાાનેશ્વરભાઈ પરદેશીને સંતાનમાં ત્રણ પુત્રો પૈકી ૧૪ વર્ષનો સાહિલ ધો.૮માં ભણે છે. તે બે વર્ષ પહેલા રમતા રમતા પડી જતાં ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર ઇજા થઇ હતી અને ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી આ સાથે જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી ચાલી શકતો ન હતો. બીજી તરફ પિતા જ્ઞાાનેશ્વરભાઇને સ્પાઈનની તકલીફ હોવાથી બેસી કે કામ કરી શકતા નથી. જેના લીધે બંનેની હાલત કફોડી થઇ જતા સારવાર માટે સુરત નવી સિવિલમાં આવ્યા હતા. ત્યાં શુક્રવારે સિવિલના ઓર્થો. વિભાગના વડા ડૉ.હરિ મેનનના માર્ગદર્શનથી ડૉ.મનિષ પટેલ, ડૉ. હાર્દિક સેટ્ટી સહિતની ટીમ અને નર્સિંગ સ્ટાફના સપોર્ટ વડે સાહિલના જમણા પગમાં ચાર કલાક સર્જરી કરી હતી. જેમાં સ્ક્રુ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યાએ બેસાડવામાં મોટી સફળતા મળી છે. આ સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવા જાય તો દોઢથી બે લાખ કે પાંચ લાખ સુધીનો ખર્ચ થાય છે. જે નવી સિવિલમાં વિના મૂલ્યે થઈ હતી. સામાજિક સેવાભાવી ભાવિની રામચંદ્ર પાટીલે તેમને સુરત સિવિલમાં જવા કહ્યુ હતું. જોકે તે ત્યાંના જરૃરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે. આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે. સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૃપ થાય છે. જયારે જ્ઞાાનેશ્વરનું સ્પાઈન ઓપરેશન ૧૫ દિવસ પછી થવાનું છે.


Google NewsGoogle News