સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ, દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને થશે ફાયદો
Mahakumbh Special Train Starts From Surat : ગુજરાતના સુરતથી મહાકુંભ 2025માં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ કરવાને લઈને સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી. મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેન શરૂ થતા દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓને લાભ મળશે.
સુરતથી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન શરૂ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સેંકડો વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, ત્યારે સુરતથી મહાકુંભ જવા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાતાં દક્ષિણ ગુજરાતના એક કરોડથી વધુ લોકોને લાભ મળશે.
મહાકુંભ 2025માં જવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓનો ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને સાંસદ મુકેશ દલાલે મહાકુંભની સ્પેશિયલ ટ્રેન દોડાવા અંગે રજૂઆત કરવાની 24 કલાકમાં રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.