Get The App

મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

Updated: Jan 29th, 2025


Google News
Google News
મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો 1 - image


Shree  KashtabhanjanDev Hanumanji Mandir : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે 29 જાન્યુઆરી 2025ને  બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી દાદાના સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો 2 - image

કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. દર 12 વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે. 

મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો 3 - image

ત્યારે આજે અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાના મંદિરમાં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો. 

Tags :
Salangpur-Hanumanji-MandirMauni-AmavasyaMahakumbh-2025Shree--Kashtabhanjan-Dev-Hanumanji-Mandir

Google News
Google News