Get The App

જાંબુઆ બ્રિજ પર લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, નવ મુસાફરને ઈજા

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
જાંબુઆ બ્રિજ પર લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, નવ મુસાફરને ઈજા 1 - image


vadodara accident : વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ડંપરનો ઓવરટેક કરી રહેલી ઈકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાટ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન આશરે 9થી 9:30 કલાકે સાંઈ સીતારામ હોટેલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરનો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે હાઇવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેઈનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News