Get The App

લંપટ શિક્ષક છાત્રાઓને ન્યુડ વીડિયો બતાવી બિભત્સ હરકતો કરતો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
લંપટ શિક્ષક છાત્રાઓને ન્યુડ વીડિયો બતાવી બિભત્સ હરકતો કરતો 1 - image


શિક્ષણ જગતનો શર્મસાર કરતી ઘટના

રાજકોટ નજીકના બેડી (વાછકપર) ગામની શાળાનો શિક્ષક છેલ્લા બે વર્ષથી  વિકૃત કૃત્યો કરતો હતો

રાજકોટ :  રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટ નજીકના બેડી (વાછકપર) ગામે આવેલી પ્રાથમિક શાળાનો શિક્ષક કમલેશ અમૃતિયા માસુમ છાત્રાઓને ન્યુડ વીડિયો બતાવી, વિકૃત હરકતો કરતો હોવાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેના આધારે પોલીસે લંપટ શિક્ષકને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે.

એક વાલીએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્નીએ તેને થોડા દિવસ પહેલાં એવી ફરિયાદ કરી હતી કે આપણી દિકરીએ આજે મને કહ્યું છે કે આરોપી કે જે ધો.પમાં વર્ગ શિક્ષક છે તે રિશેષના સમયમાં બે-ત્રણ છાત્રાઓને ભેગી કરી, પોતાના મોબાઈલમાં ન્યુડ વીડિયો બતાવી પોતાનું પેન્ટ ઉતારી નાખે છે.

એટલું જ નહીં આરોપી છેલ્લા બે વર્ષથી આ પ્રકારની હરકતો કરતો હોવાનું બહાર આવ્યું છે. સ્કૂલની બીજી છાત્રાઓ સાથે પણ આરોપીએ આ પ્રકારની હરકતો કરી હતી. ધીરે-ધીરે તમામ છાત્રાઓએ પોતાના વાલીઓને આ વાત જણાવતાં આરોપીનો ભાંડો ફૂટયો હતો.

જેને કારણે ભોગ બનનાર છાત્રાઓના વાલીઓ આજે કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી વિરૃધ્ધ ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ રજીયાએ આરોપી સામે બીએનએસની કલમ ર૯પ, ૭પ (ર), અને પોકસો એકટ હેઠળ ફરિયાદ નોંધી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી હજૂ  હાથમાં આવ્યો નથી. તેની શોધખોળ જારી રાખવામાં આવી છે. આ ઘટનાથી નાના એવા બેડી (વાછકપર) ગામમાં રહેતાં વાલીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. તમામે આરોપીની હરકતો સામે ફીટકાર વરસાવ્યો હતો.

મળતી માહિતી મુજબ કેટલાક વાલીઓને આરોપીની હરકતો અંગે અગાઉ જ જાણ થઈ ગઈ હતી. પરંતુ પોલીસ ફરિયાદ કરવાથી કદાચ પોતાની દિકરીઓની બદનામી થવાનો અને તેમનું ભવિષ્ય ખરાબ થવાનો ભય હોવાથી ફરિયાદ કરવાનું ટાળતા હતા.  આરોપીએ અનેક છાત્રાઓની સામે વિકૃત હરકતો કર્યાની પોલીસને તપાસમાં કરતાં જાણવા મળ્યું છે.

 


Google NewsGoogle News