Get The App

વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો, ઠેર-ઠેર ભક્તોએ આશીર્વાદ મેળવ્યા

- કોરોના ઇફેક્ટ : સાંજે ભગવાન રણછોડજી બેન્ડવાજા વિના પરણવા નીકળશે

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો, ઠેર-ઠેર ભક્તોએ આશીર્વાદ મેળવ્યા 1 - image


વડોદરા, તા. 15 નવેમ્બર 2021 સોમવાર

ગાયકવાડી સમયથી શહેરમાં કારતક મહિનામાં ભગવાનના લગ્ન અને વરઘોડાની પરંપરા છે અને ભક્તો દર વર્ષે ધામધૂમથી આ શુભપ્રસંગની ઉજવણી કરતા હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષેથી કોરોનાના કારણે વરઘોડાનું ભવ્ય આયોજન રદ કરવામાં આવ્યું છે. આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો મર્યાદિત જાનૈયાઓની હાજરીમાં ટેમ્પોમાં વરઘોડો નીકળ્યો હતો જ્યારે સાંજે ભગવાન રણછોડજી બેન્ડવાજા વિના માત્ર 15 જાનૈયાઓની ઉપસ્થિતિમાં પરણવા નીકળશે.

વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો, ઠેર-ઠેર ભક્તોએ આશીર્વાદ મેળવ્યા 2 - image

વડોદરામાં દિવાળી બાદ વધેલા કોરોનાના વધેલા કેસોને ધ્યાનમાં લઇને વડોદરામાં કાર્તિકી પૂનમના દિવસે નીકળતો ભગવાન શ્રી નરસિંહજી, દેવઉઠી અગિયારસના દિવસે નીકળતો શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી રણછોડરાયજીનો ઐતિહાસિક વરઘોડો આ વખતે કોવિડ ગાઈડલાઈન અનુલક્ષી સાદગીપૂર્ણ નીકળી રહ્યા છે.  

આ વર્ષે વરઘોડાને શરતી મંજૂરી મળતા માત્ર મર્યાદિત જાનૈયાઓની ઉપસ્થિતિમાં ભગવાન વિઠ્ઠલનાથજી બેન્ડ બાજા વિના ટેમ્પોમાં પરણવા નીકળ્યા હતા. ગાયકવાડ પરિવાર દ્વારા વિઠ્ઠલનાથજી ભગવાનનું પરંપરાગત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું .ત્યારબાદ કોવિડ લાઈન અનુસરી પોલીસના નિર્દેશ મુજબ મર્યાદિત ભક્તોની હાજરીમાં ટેમ્પોમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યારે ભગવાન રણછોડજીનો વરઘોડો રાત્રે 8 કલાકે નીકળી એમજી રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી મંદિરે જઈને તુલસીજી સાથે ભગવાન ના લગ્ન થાય છે. જે આજે સાંજે બેન્ડબાજા વિના મર્યાદિત ભક્તોની હાજરીમાં નીકળશે.

વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો, ઠેર-ઠેર ભક્તોએ આશીર્વાદ મેળવ્યા 3 - image

વિતેલા વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે

છેલ્લા 283 વર્ષથી દેવ દિવાળીના દિવસે વડોદરાની આન, બાન અને શાન સમો ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે. પરંતુ કોરોનાના કારણે વીતેલા વર્ષે વરઘોડો નીકળી શક્યો ન હતો. પરંતુ, ભગવાન શ્રી નરસિંહજી નીજ મંદિરથી બપોરે 2 વાગે શણગારેલી વૈભવી વાહનમાં તુલસીવાડી ખાતે માતા તુલસીજી સાથે લગ્ન કરવા નીકળ્યા હતા.

આ વર્ષે પણ કોવિડ ગાઈડલાઈન અનુલક્ષી વિતેલા વર્ષની માફક નિકાળવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. કોરોનાની મહામારીના કારણે ભગવાન ભવ્યાતિભવ્ય રીતે શણગારેલી લકઝયુરીયસ કારમાં બિરાજમાન થઇને તુલસીવાડી ખાતે લગ્ન કરવા માટે નીકળશે.


Google NewsGoogle News